

મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મોરબી સબજેલના બંદીવાનોંને “લાલો- કૃષ્ણ સદા સહાયતે” ફિલ્મ બતાવવામાં આવી હતી. યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી આ હકારાત્મક જીવનશૈલીનો મેસેજ આપતી ખુબ જ સુંદર ફિલ્મ બતાવી જેલમાં બંદીવાનોને માનસિક તણાવ દૂર થાય તેવો જેલ તંત્ર દ્વારા સકારાત્મક પ્રયાસ કરવામાં આવ્યો છે.

મોરબી જેલના 319 બંદીવાનો માટે હકારાત્મક દ્રષ્ટિકોણ અને માનસિક તંદુરસ્તીને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી જેલના મુખ્ય ટાવર પાસે આવેલા ખુલ્લા મેદાનમાં ગુજરાતી ફિલ્મ ‘લાલો શ્રી કૃષ્ણ સદા સહાયતે’નું વિશેષ સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું. મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપના ડો દેવેનભાઈ રબારીના સહયોગથી આ કાર્યક્રમ યોજાયો હતો. સબજેલ ઇન્ચાર્જ સુપરિન્ટેન્ડેન્ટ એચ.એ.બાબરીયાએ આ કાર્યક્રમનું સંકલન કર્યું હતું. જેલના તમામ સ્ટાફ કર્મચારીઓ હાજર રહ્યા હતા.













