
મોરબી શહેર ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાની પ્રમુખ અલ્પાબેન કક્કડના નેતૃત્વમાં પ્રમુખ અલ્પાબેન કક્કડ, મહામંત્રી જયબેન વાઘેલા, કારોબારી સભ્ય સરલાબેન રાચ્છ, યોગિતાબેન ઝાલા, આરતીબેન રતનાની સહિતના પ્રતિનિધિમંડળે ગાંધીનગર ખાતે સ્થિત સ્વર્ણિમ સંકુલની મુલાકાત લીધી હતી.

આ અવસરે પ્રતિનિધિમંડળે ગુજરાત રાજ્યના માનનીય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી, કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, તેમજ રાજકોટના ધારાસભ્ય દર્શિતાબેન શાહ સાથે સૌજન્ય મુલાકાત કરી શુભેચ્છાઓ આપેલ હતી.મહિલા મોરચાના પ્રતિનિધિઓએ મોરબી શહેરના વિકાસકાર્યો અને મહિલા સશક્તિકરણ માટે સરકાર તરફથી મળતી સહાય અને યોજનાઓ અંગે ઉંડાણપૂર્વક ચર્ચા કરી હતી.





























