HomeAllમોરબી શહેરમાં ઇમરજન્સી અલર્ટ માટે સાઇરન અને પીએ સિસ્ટમનું સ્થાપન

મોરબી શહેરમાં ઇમરજન્સી અલર્ટ માટે સાઇરન અને પીએ સિસ્ટમનું સ્થાપન

મોરબી શહેરના નાગરિકોની સુરક્ષા અને જાગૃતિ માટે મોરબી મહાનગરપાલિકા દ્વારા મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે. શહેરના વિવિધ વિસ્તારોમાં કુલ ૧૧ ક્લસ્ટરો માટે સાઇરન અને પીએ સિસ્ટમ (પબ્લિક એડ્રેસ સિસ્ટમ) ની ફાળવણી કરવામાં આવી છે.

ક્લસ્ટર નં. ૦૧ નાની વાવડી, ૦૨ અમરેલી, ૦૩ મહેન્દ્રનગર, ૦૪ ભડિયાદ, ૦૯ શક્ત શનાળા, ૧૦ રવાપર તેમજ પંચાસર રોડ પર આવેલ પમ્પિંગ સ્ટેશન ખાતે સિરેનો સ્થાપિત કરવામાં આવ્યા છે. તમામ ૧૧ ક્લસ્ટરોમાં પીએ સિસ્ટમ પણ કાર્યરત કરવામાં આવી છે.

આ સાઇરન અને પીએ સિસ્ટમનો યોગ્ય અને અસરકારક ઉપયોગ થાય તે માટે મોરબી મહાનગરપાલિકાની અગ્નિશમન શાખા દ્વારા દરેક ક્લસ્ટરના નોડલ અધિકારીઓને વિશેષ તાલીમ આપવામાં આવી છે.

આ પ્રણાલીની મુખ્ય ઉદ્દેશ્ય ઇમરજન્સી સ્થિતિમાં તાત્કાલિક ચેતવણી આપવી છે. અણધારી આપત્તિ, નાની કે મોટી દુર્ઘટના, જાનહાની કે અન્ય ગંભીર પરિસ્થિતિમાં સાઇરન વાગાડીને નાગરિકોને તકેદારી રાખવા માટે જાણ કરવામાં આવશે, જેથી નુકસાન ઘટાડીને લોકોની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે.

નાગરિકો કોઈ પણ આપત્તિની પરિસ્થિતિમાં મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસનો સંપર્ક નીચેના નંબર પર કરી શકે છે: 02822 230050, 101 (એમરજન્સી હેલ્પલાઇન)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

error: Content is protected !!