મોરબી શહેરમાં ટ્રાફિક નિયમન માટે ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે; આગામી ૩૧ એપ્રિલ સુધી જાહેરનામું અમલી

મોરબી શહેરની ભૌગોલીક પરિસ્થિતિ અને હાલનો ઔધોગિક વિકાસ, વસ્તી, આવાસની ગીચતા અને શહેરના જુના, સાંકડા રોડ-રસ્તા ધ્યાને લઇ ટ્રાફિક નિયમન અને જાહેર હિતાર્થને ધ્યાને લઇને જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી કે.બી. ઝવેરી દ્વારા ઉમિયા સર્કલથી દલવાડી સર્કલ જવા વાળા રૂટને વન-વે જાહેર કરતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

આ જાહેરનામા અનુસાર ઉમિયા સર્કલથી દલવાડી સર્કલ જવા વાળો રૂટ વન-વે રહેશે. જ્યારે રવાપર ચોકડી અને બસ સ્ટેન્ડ તરફથી આવતા વાહનો માટે ઉમિયા સર્કલ થી ભક્તિનગર સર્કલ થઈ દલવાડી સર્કલ અને પંચાસર/વાવડી ચોકડી તરફ જવા માટેનો રૂટ રહેશે.

આ જાહેરનામું અગામી ૩૧/૦૪/૨૦૨૬ સુધી સવારના ૦૭.૦૦ કલાકથી રાત્રીના ૧૦.૦૦ કલાક સુધી અમલમાં રહેશે, આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર બનશે.

વર્કશોપનું ગુગલ મેપ પર લોકેશન મેળવવા માટે એડ પર ક્લિક કરો
error: Content is protected !!