HomeAllમોરબી સહિત ગુજરાતભરમાં પશુ સારવાર કેમ્પ કરવા મુખ્યમંત્રીને લેખીત રજુઆત

મોરબી સહિત ગુજરાતભરમાં પશુ સારવાર કેમ્પ કરવા મુખ્યમંત્રીને લેખીત રજુઆત

મોરબીમાં ગાય ખૂંટીયાના પગમાં ખરી વધી જવાના લીધે તેઓને પગમાંથી લોહી નીકળતા હોય છે જેથી કરીને તેઓની સારવાર માટે કેમ્પ રાખવામાં આવે તેવી મોરબીમાં ત્રાજપર ચોકડી પાસે રહેતા કરસનભાઈ એમ. ભરવાડએ રાજ્યના સીએમને રજૂઆત કરી છે.

જે રજૂઆત કરેલ છે તેમાં જણાવ્યુ છે કે, મોરબી સહિત ગુજરાતમાં ગાય ખુટીયા જેવા અબોલજીવમાં ખરવા મોવા જેવો રોગ ફાટી નીકળેલ છે જેથી ગાયોના પગની ખરીમાં જીવાતું તેમજ નીકળતા લોહીથી અબોલ જીવ ખૂબ જ દુ:ખી થાય છે આટલું જ નહીં તે ચાલી શકતો નથી બેસી શકતો નથી અને ચાલે તો પગની ખરીમાંથી લોહી નીકળે છે.

અને જીવાત થવાના કારણે આ પશુધન ખૂબ દુ:ખી થાય છે જેથી પશુધનમાં આવેલ ખરવા મોવાના રોગ જેવા ગંભીર બીમારીમાંથી પશુધનને મુક્ત કરવા માટે ગામે ગામ ખરવા મોવા રોગનો કેમ્પ રાખવા તેમજ ખરવા મોવા રોગની રસી મુકવા રજૂઆત કરવામાં આવેલ છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!