
ગુજરાતમાં નવી રચાયેલી મોરબી સહિત નવ મહાનગરપાલિકાના નવા સીમાંકન જાહેર કરી દેવામાં આવ્યા છે અને તેમાં રાજય સરકારે આસપાસના ગ્રામીણ ક્ષેત્રને પણ જોડી દીધા છે તથા આ તમામ નવ મહાનગરપાલિકાઓમાં આગામી નવેમ્બર-ડિસેમ્બર બાદ ચુંટણીઓ યોજાય તેવા સંકેત છે.

આજે રાજય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા મુજબ મોરબી, નડીયાદ, નવસારી, પોરબંદર, ગાંધીધામ, સુરેન્દ્રનગર, વાપી, મહેસાણા તથા આણંદમાં નવા સીમાંકન મુજબ હવે નગરપાલિકાને બદલે મહાનગરપાલિકા તરીકે તેમને અગાઉ આપવામાં આવેલ સ્ટેટસ મુજબ મોરબી સહિત દરેક મહાનગરપાલિકામાં 13 વોર્ડની રચના કરવામાં આવી છે.

દરેક વોર્ડમાં ચાર બેઠક હશે. આમ નવી મહાનગરપાલિકા 52 બેઠકોની થશે અને સરકારે તેમાં નવેમ્બર-ડિસેમ્બરમાં ચુંટણી યોજવાની તૈયારી કરી છે જે હાલની છ મહાનગરપાલિકા સાથે આ ચુંટણી યોજાય તેવા સંકેત છે.


























