
ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી મોરબી દ્વારા આયોજિત શ્રીમદ ભગવદ્ ગીતા યોજના અંતર્ગત ગીતા કંઠ પાઠ અને સત સુભાષિત કંઠ પાઠ સમીક્ષા બેઠકનું આયોજન સાર્થક વિદ્યાલય મોરબી ખાતે કરવામાં આવેલ જેમાં જેતપર કુમાર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાલવાટિકા થી ધોરણ પાંચ સુધીના કુલ 18 વિદ્યાર્થીઓ તેમજ બે શિક્ષિકા બહેનોએ ઉત્સાહભેર ભાગ લઈ જેતપર કુમાર પ્રાથમિક શાળા નું ગૌરવ વધારેલ છે. તેમજ ભાગ લીધેલ તમામ વિદ્યાર્થીઓને શાળા પરિવાર દ્વારા પ્રોત્સાહિત ઇનામો આપીને શુભેચ્છા પાઠવેલ છે.







