
ગુજરાત રાજ્યમા ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (Special Intensive Revision-2026) જાહેર કરવામાં આવેલ છે. જિલ્લાના 3 વિધાનસભા વિસ્તાર 65-મોરબી, 66-ટંકારા, 67-વાંકાનેરમાં તા.1/1/2026 ની લાયકાતની તારીખના સંદર્ભમાં જે કાર્યક્રમ અંતર્ગત ઇકઘ દ્વારા દરેક મતદારના ઘરની ત્રણ વખત મુલાકાત લેવામા આવશે.

હાલમા BLO દ્વારા પ્રથમ મુલાકાતમાં ફોર્મ આપવાનું શરૂ કર્યું છે. મતદારને જે ભરવા સંબંધે કે સંબંધિત કોઈ પણ માહિતી/માર્ગદર્શન માટે સવારના 08-00 વાગ્યાથી સાંજના 08-00 વાગ્યા સુધી ડિસ્ટ્રિક્ટ કોન્ટેક્ટ સેન્ટર ખાતે આવેલ વોટર હેલ્પલાઇન નંબર 1950 પર સંપર્ક કરવા માટે જણાવ્યુ છે.

ખાસ સઘન સુધારણા કાર્યક્રમ સંબંધે મતદારોના પ્રશ્નોના ઝડપી અને પારદર્શક નિવારણ માટે તથા માર્ગદર્શન/ માહિતી/ પ્રતિસાદ/ સુચનો મેળવવા માટે https://ecinet.eci.gov.in પ્લેટફોર્મ પર આવેલ Book a call with BLO‘ સુવિધાનો ઉપયોગ કરી મતદાર સંબંધિત બૂથ લેવલ ઓફિસરનો સીધો સંપર્ક કરી શકે છે.

જિલ્લાના નાગરીકોને મતદારયાદી સુધારણા કાર્યક્રમ દરમિયાન ડિસ્ટ્રિક્ટ કોન્ટેક્ટ સેન્ટર ખાતે આવેલ વોટર હેલ્પલાઇન નંબર 1950 તથા ECINET એપ્લિકેશન પ્લેટફોર્મ પર આવેલ ‘Book a call with BLO‘ સુવિધા ઉપયોગ કરી સહયોગ કરવા જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટર, મોરબી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.


























