

મોરબીમાં એક બંધ સિરામિક કારખાનામાં કામ કરતા યુવાનના મોતને લઈ પાંચ વ્યક્તિઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. રંગપર ગામની સીમમાં લુકાસો સિરામિક નામનું બંધ કારખાનામાં પતરા અને એંગલ ઉતારવાનું કામ ચાલી રહ્યું હતું. આ કામગીરી દરમિયાન રાત્રીના સમયે કોઈ પણ પ્રકારના સુરક્ષા સાધનો વગર કામ કરવામાં આવી રહ્યું હતું.
કામગીરી દરમિયાન 35 વર્ષીય વિક્રમ પાચડિયા 25 ફૂટ ઉંચી દીવાલ પરથી નીચે પટકાયો. ગંભીર ઈજાના કારણે તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મૃતકના સાળાએ કારખાનેદાર સહિત પાંચ સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં કારખાનાના માલિક જિતેન્દ્ર રંગપરિયા, અંબારામ રંગપરિયા, કામ રાખનાર ગોપાલભાઈ, હિરેનભાઈ પટેલ, અને જયદીપ પટેલ નામના વ્યક્તિઓનો ઉલ્લેખ કરાયો છે.
ફરિયાદીનો આરોપ છે કે:
કામદારોની સુરક્ષામાં બેદરકારી દાખવવામાં આવી હતી.

રાજ્ય સેવકને ખોટી માહિતી આપવામાં આવી હતી.
મોરબી તાલુકા પોલીસે પાંચેય આરોપીઓ સામે સદોષ માનવ વધનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
















