HomeAllમોરબી સિરામિક ઉદ્યોગકારો માટે GST સેમિનાર યોજાયો

મોરબી સિરામિક ઉદ્યોગકારો માટે GST સેમિનાર યોજાયો

DGTS અધિકારીઓ દ્વારા એક્સપોર્ટ, ઈ-વે બિલ અને GST નિયમો અંગે માર્ગદર્શન

મોરબી, તા. 14 ફેબ્રુઆરી : મોરબી સિરામિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન ખાતે ભારત સરકારના ડાયરોક્ટરેટ જનરલ ઓફ ટેક્સપેયર સર્વિસ (DGTS) દ્વારા ટેક્સપેયર્સ માટે વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનારમાં DGTSના પ્રિન્સિપાલ એડિશનલ ડાયરેક્ટર જનરલ સુમિતકુમાર તથા પંકજકુમાર સહિતના જીએસટી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સેમિનારમાં સિરામિક ઉદ્યોગ સાથે સંકળાયેલા એક્સપોર્ટ પ્રક્રિયામાં આવતી મુશ્કેલીઓ, ઈ-વે બિલ સંબંધિત પ્રશ્નો તેમજ જીએસટીના વિવિધ નિયમો અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉદ્યોગકારોના પ્રશ્નોના સંતોષકારક નિરાકરણ માટે ખુલ્લી ચર્ચાનું આયોજન પણ કરવામાં આવ્યું, જેમાં અધિકારીઓએ ઉદ્યોગકારોના પ્રશ્નોને ગંભીરતાથી સાંભળીને માર્ગદર્શન આપ્યું હતું.

કાર્યક્રમમાં એસોસિએશનના પ્રમુખ મનોજભાઈ એરવાડીયા, અજયભાઈ મારવાણીયા, સંદીપભાઈ કુંડારીયા, પૂર્વ પ્રમુખ નિલેષ જેતપરીયા, મુકેશભાઈ કુંડારીયા સહિતના હોદ્દેદારો તથા મોટી સંખ્યામાં ઉદ્યોગકારો હાજર રહ્યા હતા.

આ અવસરે ઉદ્યોગકારોએ સિરામિક ટાઈલ્સ પર લાગુ જીએસટીનો દર 5% સુધી ઘટાડવા માટે મજબૂત રજૂઆત પણ કરી હતી.

આ સેમિનાર ઉદ્યોગ અને સરકાર વચ્ચે સંવાદનું મહત્વપૂર્ણ માધ્યમ સાબિત થયો છે, જેના પરિણામે જીએસટી નિયમોની વધુ સ્પષ્ટતા મળી છે અને ભવિષ્યમાં ઉદ્યોગકારોને સરળતાથી કામગીરી કરવા માટે માર્ગદર્શન પ્રાપ્ત થયું છે.

વર્કશોપનું ગુગલ મેપ પર લોકેશન મેળવવા માટે એડ પર ક્લિક કરો
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!