

મોરબી સિરામિક એસો.ના હોદેદારો ધારાસભ્યને સાથે રાખીને દિલ્હી ખાતે શ્રમ અને રોજગાર મંત્રીને મળ્યા હતા અને ત્યાં સિરામિક ઉદ્યોગને લગતા જુદાજુદા પ્રશ્નોની રજૂઆત કરી હતી

અને ત્યારે મંત્રી તરફથી પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો હતો.હળવદના ધારાસભ્ય પ્રકાશભાઇ વરમોરા, સેનિટરીવેર ડિવિઝન પ્રમુખ અજયભાઈ મારવાણીયા, પૂર્વ પ્રમુખ મુકેશભાઈ કુંડારીયા અને નિલેશભાઈ જેતપરીયા તથા વિજયભાઈ પટેલ અને લીગલ ક્ધસલ્ટન્ટ પંકજભાઈ રાચ્છ દિલ્હી ખાતે શ્રમ અને રોજગાર મંત્રી મનસુખભાઈ માંડવીયાની રૂબરૂ મુલાકાત કરી હતી

અને સિરામિક ઉદ્યોગોના પ્રશ્નોની રજૂઆત કરી હતી.જેમાં નવા લેબર રિફોર્મ્સમાં બિનજરૂરી કાનૂની ગૂંચવણો, અમલદારશાહી તથા લાઇસન્સિંગ રાજમાંથી ઉદ્યોગોને મુક્ત રાખવામાં આવે અને સિરામિક ઉદ્યોગના એક્સાઈઝ સંબંધિત કેસ લાંબા સમયથી બાકી છે તે બાબતે રજૂઆત કરી હતી

ત્યારે મંત્રીએ એક્સાઈઝના કેસ મુદે રસ દાખવ્યો હતો અને સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે ત્વરિત કોન્ટેક્ટ કરી પોઝિટિવ સોલ્યૂશન લાવવા સૂચના આપી હતી.

આમ મંત્રી તરફથી મોરબીના સિરામિક ઉદ્યોગને લગતા પ્રશ્નો માટે પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો હતો.















