
સોનિક ડાન્સ એકેડેમીની વિદ્યાર્થિની અદિતિ દેસાઈ અને હિયા હિરાણીએ રાષ્ટ્રીય સ્તરના પ્રતિષ્ઠિત રિયાલિટી શો ‘ઇન્ડિયાઝ ગ્રેટેસ્ટ ટેલન્ટ શો માં અદ્ભુત પ્રદર્શન કરીને ડાન્સમા પ્રથમ સ્થાન મેળવ્યું છે. જેનુ ફાઇનલ રાઉન્ડ 8 ઓક્ટોબર જયપુર ખાતે યોજાયેલ હતો. આ શો ઝી ટીવી/ 9એક્સએમ ચેનલ પર પ્રસારિત થશે. આ સિદ્ધિથી સમગ્ર મોરબી નું નામ રોશન કર્યું છે.

ડાન્સક્ષેત્રેથી તેમના પર અભિનંદન ની વર્ષા થઈ રહી છે. આ શોના જજ તરીકે રાજ શર્મા જેઓ ‘ડાન્સ પ્લસ’, ‘ઇન્ડિયા’ઝ ગોટ ટેલન્ટ’ અને ‘ડાન્સ ઇન્ડિયા ડાન્સ’ જેવા જાણીતા શોમાં બેસ્ટ ડાન્સર તરીકે પ્રખ્યાત છે તેમના દ્વારા પ્રથમ નંબર પ્રાપ્ત થતા તેમની પ્રતિભાને નવી ઊંચાઈઓ મળી છે. મોરબીના અદિતિ અને હિયાએ ફાઈનલમાં પોતાની વિશિષ્ટ શૈલીથી દર્શકો અને જજોને મંત્રમુગ્ધ કર્યા હતા.

ખાસ કરીને સોનિક ડાન્સ એકેડેમી ડાન્સ ટીચર રૂપલબેન દેસાઈએ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે અદિતિ અને હિયા જેવી પ્રતિભાવાન વિદ્યાર્થિની અમારા ક્લાસનો ભાગ છે તે અમારા માટે અત્યંત ગર્વની વાત છે.





















