
મોરબીના ઉમા સંસ્કારધામ ખાતે સરડવા પરિવાર સ્નેહ મિલન સમિતિ દ્વારા મોરબી શહેરમાં વસતા સરડવા પરિવારના સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્નેહમિલન સમિતિના પ્રમુખ નરભેરામભાઈ માવજીભાઈ સરડવા (એકોર્ડ વિટ્રીફાઇડ સિરામિક) છે તેઓની મંજૂરી સાથે કાર્યક્રમ દીપ પ્રાગટય અને આરતી કરીને શરૂ કરવામાં આવેલ હતો અને ત્યારબાદ વડીલો દ્વારા તેમના સંઘર્ષમય જીવનના અનુભવો પરથી પ્રેરણાદાયી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

પછી બાળકો દ્વારા જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાયા અને બાળકોને પ્રોત્સાહિત કરવા માટે સરડવા પરિવાર દ્વારા શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી. આ કાર્યક્રમની વિશેષતા એ હતી કે સંયુક્ત કુટુંબમાં દસ વર્ષ કે તેથી વધુ સમયથી સાથે રહેતી દેરાણી, જેઠાણી તેમજ સાસુમાનું સાલ ઓઢાડીને સ્ટેજ પરથી સન્માન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં એક પહેલ એવી પણ કરવામાં આવી હતી કે જેમાં પરિવારના કોઈ સભ્યને કોઈ આકસ્મિક મદદની જરૂર હોય ત્યારે પરિવારના સભ્યો દ્વારા શક્ય થઈ શકે તેવી સામાજિક, આર્થિક અને માનસિક રીતે જરૂરિયાત મંદ પરિવારને મદદ કરવી.



















