
(જયદેવ બુધ્ધભટ્ટી દ્વારા, મોરબી) દિવંગત સ્વ. કચરાભાઈ અવચરભાઈ અંબાણી (થોરાળાવાળા)નું તા. ૧૫-૦૧-૨૦૨૬, ગુરુવારના રોજ અવસાન થયું હતું. તેઓના નિધનથી અંબાણી પરિવાર તથા સમાજમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.

દિવંગત આત્માને શાંતિ અર્પણ કરવા તથા શ્રદ્ધાંજલિ આપવા માટે તા. ૧૭-૦૧-૨૦૨૬, શનિવારના રોજ સવારે ૮:૦૦ થી ૧૦:૦૦ કલાક દરમિયાન પટેલ સમાજવાડી, શકત શનાળા ખાતે બેસણું રાખેલ છે.

બેસણાંના સ્થળે શ્રદ્ધાંજલિ સાથે માનવસેવા રૂપે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ રક્તદાન કેમ્પમાં હાજરીથી “મહાદાન – રક્તદાન” દ્વારા એક રક્તદાતા ત્રણ વ્યક્તિને નવું જીવન આપે છે.

આ બેસણાં તથા રક્તદાન કેમ્પનું આયોજન સ્વ. સ્વ. કચરાભાઈ અવચરભાઈ અંબાણીના પુત્રો બાલુભાઈ, વલભજીભાઈ, મહાદેવભાઈ અંબાણી તેમજ સમગ્ર અંબાણી પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે. આ પ્રસંગે લોકિક પ્રથા પણ બંધ રાખવામાં આવી છે.

તો આ સમાજને નવો રાહ ચીંધતા આ કાર્યમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી રક્તદાન કરે તેવી પરિવારજનોએ હાર્દિક અપીલ કરી છે.











