
મોરબી : સ્વ. વૈદર્ભીબેન અંકુરભાઈ લોરિયાની સ્નેહભરી સ્મૃતિમાં તેમના પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિતે મોરબીના સિવિલ હોસ્પિટલના દર્દીઓના લાભાર્થે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ રક્તદાન કેમ્પ મંગળવાર, તા. 20/01/2026ના રોજ સવારે 8:30 થી બપોરે 12:00 વાગ્યા સુધી ઉમા હોલ, રવાપર ગામ, મોરબી ખાતે યોજાશે. કેમ્પમાં સહયોગી બ્લડ બેંક તરીકે બ્લડ બેંક, સિવિલ હોસ્પિટલ – મોરબી જોડાશે.

આ કેમ્પમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ ડિલિવરી વિભાગ તથા અન્ય વિભાગના દર્દીઓને લોહી વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવશે. આયોજકો દ્વારા શહેર તથા આસપાસના વિસ્તારોના નાગરિકોને વધુમાં વધુ સંખ્યામાં ઉપસ્થિત રહી રક્તદાન કરીને માનવસેવામાં યોગદાન આપવા અપીલ કરવામાં આવી છે.

આ રક્તદાન કેમ્પને Donato Vitrified Pvt. Ltd., Bloom Well અને Jagdish Soap Pvt. Ltd. તરફથી સૌજન્ય સહયોગ પ્રાપ્ત થયો છે. વધુ માહિતી માટે સંપર્ક: અંકુર લોરિયા – 90999 37508, ભાવિષા લોરિયા – 7016707076 કરવા યાદીમાં જણાવાયું છે.















