HomeAllમોરબી વાઈબ્રન્ટ સમિટમાં 2470 કરોડના એમ.ઓ.યુ. થયા

મોરબી વાઈબ્રન્ટ સમિટમાં 2470 કરોડના એમ.ઓ.યુ. થયા

મોરબી કેશવ બેંક્વેટ હોલ ખાતે જિલ્લા કક્ષાની વાઇબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સ પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છંગાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી

મોરબી કેશવ બેંક્વેટ હોલ ખાતે જિલ્લા કક્ષાની વાઇબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સ પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છંગાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ વાઇબ્રન્ટ કોન્ફરન્સમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને 50 કંપનીઓ વચ્ચે રૂા.2470 કરોડનાં એમ.ઓ.યુ. થયા હતા.જેમા સ્થળ પર પ્રતીક રૂૂપે પાંચ ઉદ્યોગ સાહસિકોએ એમ.ઓ.યુ. કર્યાં હતાં. આ તકે મંત્રીએ, મહાનુભાવઓએ તેમજ અધિકારીઓએ ઉદ્યોગ સાહસિકોને શુભકામનાઓ પાઠવી હતી. ગુજરાતમાં યોજાતી વાઇબ્રન્ટ સમિટ દેશના અન્ય રાજ્યો માટે અભ્યાસનો વિષય રહ્યું છે. ત્યારે રાજ્ય સરકારે ગુજરાતનાં જિલ્લાઓમાં તેમજ રીજીયોનલ કક્ષાએ વાઇબ્રન્ટ કોન્ફરન્સ યોજતા સ્થાનિક કક્ષાએ રહેલા ઉદ્યોગોને વધુ વેગ મળશે. તેમજ સ્થાનિક કક્ષાએ અનેક લોકોને રોજગારી મળી રહેશે.

જિલ્લાના પ્રભારી મંત્રી અને શિક્ષણ મંત્રી ત્રિકમભાઈ છાંગાએ વાઇબ્રન્ટ ગુજરાતનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં ઉમદા વિચારને બિરદાવ્યો હતો. મંત્રીએ જણાવ્યું હતું કે, વાઇબ્રન્ટ ગુજરાત જેવા આયોજનોથી વિશ્વના ઉદ્યોગ સાહસિકો ગુજરાત તરફ વળ્યા છે.

રોકાણ ફક્ત કાગળ પર જ નહીં પણ જમીન પર ઉતરે છે, તેથી જ ગુજરાતની ધરતી ઉદ્યોગ અને રોજગારી આપવામા અગ્રેસર છે. આ તકે ઉદ્યોગકારોની સમસ્યાઓ પુરી કરવા વહીવટી તંત્ર તેમજ સરકાર કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું. ઉર્જા મંત્રી કૌશિકભાઇ વેકરીયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં શરૂૂ કરેલા વાઇબ્રન્ટ સમિટ આજે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે કાર્યરત રાખી છે. જેનાથી ગુજરાતના ઉદ્યોગકારોને તો ફાયદો થશે જ સ્થાનિક લોકોને રોજગારી પણ મળશે.

ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની અનેક ક્ષેત્રે પ્રગતિ થઈ તેમાં વાઇબ્રન્ટ ગુજરાતનો ફાળો અમૂલ્ય છે. મોરબી ઔદ્યોગિક ક્ષેત્રે વિશેષ સ્થાન ધરાવે છે. ત્યારે જિલ્લામાં વધું રોકાણ આવે તે દિશામાં કામ થઈ રહ્યું છે. ઉદ્યોગોને જોઈતી સગવડો આપવા સરકાર તત્પર છે. ત્યારે વૈશ્વિક કક્ષાએ મોરબીનાં ઉદ્યોગોની વધુને વધું નોંધ લેવાય તેવી શુભકામના પાઠવી હતી.

જિલ્લા કલેક્ટર કે. બી. ઝવેરીએ મહાનુભાવો અને ઉદ્યોગકારોને આવકારતા કહ્યું હતું કે, મોરબીના ઉદ્યોગકારો સાહસથી ભરેલા છે. ત્રણ હજાર જેટલા કારખાનાઓથી અનેક લોકોને રોજગારી મળે છે. વાઇબ્રન્ટ સમિટમાં સમગ્ર ગુજરાતમાં મોરબી મોખરે રહે તે ક્ષમતા અહીં રહેલી છે.

મોરબીમાં સિરામિક, કોલસો, પેપર મીલ, ધડીયાળ, મીઠું સહિતના ઉદ્યોગ વધુને વધુ ફુલે ફાલે તે માટે વહીવટી તંત્ર સંપૂર્ણ સહકાર આપશે તેવી ખાત્રી આપી હતી. મોરબી જિલ્લામાં હજારો શ્રમિકો રોજગારી મેળવી રહ્યા છે. ઉદ્યોગોમાં અકસ્માત નિવારવા મશીન મેન્ટેનન્સમાં ગુણવત્તાસભર વસ્તુ વાપરવા કલેકટરએ ઉદ્યોગપતિઓને અપીલ કરી હતી.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જયંતીભાઈ પટેલે મોરબીમાં યોજાયેલ કોન્ફરન્સને આવકારી ઉમેર્યુ હતુ કે મોરબીનાં ઉદ્યોગ ક્ષેત્રની આંતરરાષ્ટ્રીય સ્તરે નામના થઈ છે. મોરબીનાં વિકાસમાં ઉદ્યોગ સાહસિકો, શ્રમિકો, રાજ્ય સરકાર અને સ્થાનિક પદાધિકારીઓ અને તંત્રનો ખૂબ સહકાર રહ્યો છે. આ વાઇબ્રન્ટ કોન્ફરન્સમાં ઉધોગકારોને એમઓયુની સાથે તેઓના પ્રશ્નો પણ રજૂ કરવાની તક છે તેમ ઉમેર્યું હતું.

કાર્યક્રમમાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, પ્રકાશભાઈ વરમોરા, જિલ્લા કલેક્ટર કે. બી. ઝવેરી, જિલ્લા વિકાસ અધિકારી શૈલેષચંદ્ર ભટ્ટ, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, અગ્રણી, ઉદ્યોગકારો, ઉદ્યોગગૃહના પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!