HomeAllમોરબીમા સફાયો

મોરબીમા સફાયો

રાજ્યમાં ઘરેલું જરૂરીયાત માટેનો પૂરતો એલ.પી.જી. નો જથ્થો ઉપલબ્ધ : સરકાર

એક વર્ષ પહેલા હટાવાયેલા દબાણો ફરી ખડકાઇ ગયા : કેનાલ બાજુનો રોડ ખુલ્લો કરાયો

મધ્ય પૂર્વ ક્ષેત્રમાં બદલાતી પરિસ્થિતિને કારણે ઉદભવતા વર્તમાન સંજોગોમાં સમગ્ર રાજ્યમાં LPG સિલિન્ડરોના અવિરત વિતરણને સુનિશ્ર્ચિત કરવા માટે કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા સતત પ્રયત્નો તથા મોનિટરીગ કરવામાં આવી રહેલ છે.

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભૂ-રાજકીય તણાવની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, રાજ્યમાં ઉપલબ્ધ LPG સ્ટોકનું પરિવહન અને કાર્યક્ષમ રીતે વિતરણ માટે રાજ્યમાં ઘરેલું જરૂરીયાત માટેનો પૂરતો એલ.પી.જી નો જથ્થો ઉપલબ્ધ છે. એમ રાજ્યના અન્ન નાગરિક પુરવઠા વિભાગની યાદીમાં જણાવાયુ છે.ગુજરાત રાજ્યમાં 30% ઘરેલુ ગેસ PNG GAS PIPELINE મારફત પૂરો પાડવામાં આવે છે. PNG નો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાથી ગુજરાત રાજ્યની પરિસ્થિત વધારે સારી છે.

રાજ્યમાં ઘરેલું જરૂરીયાત માટેના એલ.પી.જી. નો પુરતો પુરવઠો દરેક સ્થળે મળી રહે તે માટે તકેદારીના ભાગરૂપે કેન્દ્રઠ સરકારના સૂચન હેઠળ જાહેરક્ષેત્રની ઓઈલ માર્કેટીંગ કંપનીઓ દ્વારા એક જ ગ્રાહક દ્વારા બે એલ.પી.જી. સિલિન્ડ્રના બુકીંગ વચ્ચે 25 દિવસનો સમયગાળો રાખવા નિર્ણય લેવામાં આવેલ છે. આ નિર્ણયના લીધે લોકોમાં અનાવશ્યક તણાવ તેમજ એલ.પી.જી સંગ્રહ ન કરવામાં આવે તેવો મુખ્ય ઉદ્દેશ છે.

કેન્દ્રા સરકાર દ્વારા લેવાયેલ નિર્ણય મુજબ હાલ કોર્મશિયલ સિલિન્ડવરનું વેચાણ નિયંત્રિત કરવામાં આવેલ છે. પરંતુ હોસ્પિટલ તેમજ શૈક્ષણિક સસ્થાઓ તેમની જરૂરીયાત મુજબ એલ.પી.જી ફાળવણી ચાલુ રાખવામાં આવેલ છે.

પરંતુ, એલ.પી.જીનો અનાધિકૃત સંગ્રહ, કાળાબજારી, નિયત ઉપયોગ સિવાય અન્ય ઉપયોગ તથા નિયત કરેલ કીંમત કરતા વધુ ભાવ વસૂલવો એ આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ-1955 તથા એલ.પી.જી કંટ્રોલ ઓડર-2000 મુજબ કાયદાકીય રીતે ગુનો બને છે. તથા આવી પ્રવૃતિ કરનાર સામે રાજ્ય સરકારના સક્ષમ અધિકારી દ્વારા ફોજદારી પગલા પણ લેવાની જોગવાઈ છે.

મોરબીમાં દલવાડી સર્કલથી પ્રધાનમંત્રી આવાસ યોજના તરફ જવાના રસ્તા ઉપર કેનાલની બાજુમાં દબાણો કરવામાં આવ્યા હતા જેથી મનપાની ટીમે આજે 30 જેટલા દબાણોને દૂર કરીને રોડ સાઈડની જગ્યાને ખુલ્લી કરાવી છે.

મોરબી મનપા અસ્તિત્વમાં આવ્યા બાદ દર બુધવારે કોઈને કોઈ એક વિસ્તારમાં રોડ સાઈડના દબાણોને દૂર કરવા માટેની કામગીરી કરવામાં આવતી હોય છે ગઇકાલે ડેપ્યુટી કમિશનર સંજય સોનીની હાજરીમાં દલવાડી સર્કલથી પ્રધાનમંત્રી આવાસ યોજના તરફ જવાના રસ્તા ઉપર રોડ સાઈડમાં જે કાચા ઝુંપડાના દબાણો હતા તેને દૂર કરવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને કુલ મળીને 30 જેટલા ઝૂંપડાં દૂર કરીને રોડ સાઈડની જગ્યાને ખુલ્લી કરાવવામાં આવી છે.

બુધવારે જે જગ્યા ઉપર મનપાની ટીમ દ્વારા દબાણ દૂર કરવા માટેની કામગીરી કરવામાં આવી હતી આ જગ્યા ઉપર એક વર્ષ પહેલા એટલે કે માર્ચ 2025 માં દબાણો દૂર કરવા માટેની કામગીરી કરવામાં આવી હતી અને ત્યારબાદ છેલ્લા મહિનાઓમાં ફરી પાછા ત્યાં ઝૂંપડાના દબાણો થઈ ગયા હતા જેથી મનપાનું બુલડોઝર તે વિસ્તારમાં ફરી વળ્યું છે અને રોડ સાઈડના દબાણોનો સફાયો કરવામાં આવેલ છે.

આવી જ રીતે અન્ય કોઈપણ વિસ્તારની અંદર રોડ સાઈડમાં દબાણો કરવામાં આવ્યા હશે તો તેને દૂર કરાશે તેવું ડેપ્યુટી કમિશનર સંજય સોનીએ જણાવ્યું છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!