HomeAllમોરબીમાં ૨૧ જૂને જિલ્લા કક્ષાનો ‘વિશ્વ યોગ દિવસ’ કાર્યક્રમ યોજાશે

મોરબીમાં ૨૧ જૂને જિલ્લા કક્ષાનો ‘વિશ્વ યોગ દિવસ’ કાર્યક્રમ યોજાશે

જ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની ઉપસ્થિતિમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે મુખ્ય યોગાભ્યાસ કાર્યક્રમનું આયોજન

મોરબી, તા. ૧૯ જૂન : આંતરરાષ્ટ્રીય સ્તરે ઉજવાતા ‘વિશ્વ યોગ દિવસ’ નિમિત્તે ૨૧ જૂનના રોજ મોરબી જિલ્લામાં જિલ્લા કક્ષાના મુખ્ય યોગાભ્યાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની ઉપસ્થિતિમાં મોરબીના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આ કાર્યક્રમ યોજાશે.

વિશ્વ યોગ દિવસની ઉજવણી અંતર્ગત જિલ્લાના નાગરિકોમાં યોગ પ્રત્યે જાગૃતિ વધે તેમજ વધુમાં વધુ લોકો યોગ સાધનામાં જોડાય તે હેતુસર તાલુકા અને નગરપાલિકા કક્ષાએ પણ વિવિધ સ્થળોએ સંયુક્ત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

આયોજન મુજબ મોરબી મહાનગરપાલિકાનો કાર્યક્રમ દેવ ફાર્મ, રવાપર રોડ ખાતે યોજાશે. ટંકારા તાલુકા અને નગરપાલિકાનો સંયુક્ત કાર્યક્રમ એમ.પી. દોષી હાઈસ્કૂલ ખાતે યોજાશે. હળવદ ખાતે મહર્ષિ ગુરુકુળમાં, વાંકાનેર ખાતે ટાઉનહોલ ગ્રાઉન્ડ (માર્કેટ ચોક) ખાતે તેમજ માળિયા તાલુકા અને નગરપાલિકાનો સંયુક્ત કાર્યક્રમ સત્યસાંઈ વિદ્યામંદિર, પીપળીયા ચાર રસ્તા ખાતે યોજાશે.

જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લાના તમામ નાગરિકોને આ યોગાભ્યાસ કાર્યક્રમોમાં ઉત્સાહભેર જોડાઈ યોગને દૈનિક જીવનનો અભિન્ન ભાગ બનાવવા અપીલ કરવામાં આવી છે. યોગ દ્વારા શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્યને વધુ સશક્ત બનાવી સ્વસ્થ જીવનશૈલી તરફ આગળ વધવાનો સંદેશ આ કાર્યક્રમો મારફતે આપવામાં આવશે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments