મોરબીમાં ૨૬થી ૨૮ ફેબ્રુઆરી દરમિયાન નિઃશુલ્ક આરોગ્ય કેમ્પ

મોરબી: શહેરમાં તારીખ ૨૬, ૨૭ અને ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૬ (ગુરુવાર, શુક્રવાર અને શનિવાર) ના રોજ “હવે શરીરને મૂળથી શુદ્ધ કરો” અભિગમ સાથે આરોગ્ય વિહાર નેચરોપેથી અને આયુર્વેદ કેન્દ્ર (કેપિટલ માર્કેટ – મોરબી) દ્વારા આરોગ્ય અને યોગ્ય ભોજન પદ્ધતિ અંગે માર્ગદર્શન આપવા નિઃશુલ્ક આરોગ્ય કેમ્પ યોજાશે.

આ કેમ્પમાં આયુર્વેદ અને નેચરોપેથી ક્ષેત્રના અનુભવી તબીબો દ્વારા દર્દીઓનું નિઃશુલ્ક નિદાન અને પરામર્શ આપવામાં આવશે. નિષ્ણાંત તબીબોની ટીમમાં આયુર્વેદાચાર્ય ડૉ. પી.એન. ગઢીયા (B.A.M.S., પૂર્વ હેલ્થ ઓફિસર, ૪૦ વર્ષનો અનુભવ), ડૉ. ધર્મદીપ ગોહિલ (M.D. આયુર્વેદ, જામનગર; આસિસ્ટન્ટ પ્રોફેસર, વી.એમ. મહેતા કોલેજ, રાજકોટ), ડૉ. યશવિ ગઢીયા (B.A.M.S., ગર્ભસંસ્કાર નિષ્ણાંત) અને ડૉ. નિધિ પટેલ (N.D.D.Y & D.N.Y., નેચરોપેથી અને યોગ આહાર ચિકિત્સા નિષ્ણાંત) સાથે ડાયેટીશિયન હાજર રહેશે.

કેમ્પ દરમિયાન પાચનતંત્ર સંબંધિત રોગો જેમ કે ગેસ, એસિડિટી, કબજિયાત, આંતરડાના ચાંદા, IBS, અપચો, પિત્ત વગેરે અંગે માર્ગદર્શન આપવામાં આવશે. મળ માર્ગના રોગો જેમ કે હરસ, મશા, ફિશર, મળત્યાગ સમયે લોહી પડવું, અસહ્ય દુખાવો અથવા બળતરા જેવી સમસ્યાઓનું નિદાન કરવામાં આવશે.

તે ઉપરાંત સાંધા, સ્નાયુ અને હાડકાના દુખાવા, ઘસારો, હાથ-પગ-ઢીંચણ-કમર અને કરોડરજ્જુ દુખાવો, ફ્રોઝન શોલ્ડર, સાયટિકા, આમવાત અને સંધિવા જેવા તમામ પ્રકારના દુખાવા માટે નિઃશુલ્ક નિદાન ઉપલબ્ધ રહેશે.

આજના સમયમાં ઘણા લોકો બીપી, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, ગેસ, એસિડિટી અને સતત દુખાવા જેવી સમસ્યાઓમાં લાંબા સમયથી દવાઓ લઈ થાકી ગયા છે. દવાઓથી થોડોક સમય રાહત મળે છે, પરંતુ મૂળ સમસ્યા યથાવત રહે છે. ત્યારે મનમાં પ્રશ્ન ઉદ્ભવે છે – “શું આ સમસ્યાઓનો કાયમી અને કુદરતી ઉપચાર નથી?”

આ પ્રશ્નનો જવાબ આયુર્વેદ અને નેચરોપેથી આપે છે – મૂળ કારણની સારવાર.
“હવે દવા નહિ, પણ દિશા બદલવાની જરૂર છે.”

આપણા ઋષિ-મુનિઓએ આપેલી શાસ્ત્રોક્ત આયુર્વેદ પદ્ધતિ સાથે જોડાઈ શરીરને મૂળથી શુદ્ધ કરી સ્વસ્થ અને રોગમુક્ત જીવન તરફ આગળ વધવાની અનોખી તક આ કેમ્પ દ્વારા ઉપલબ્ધ બની રહી છે.

કેમ્પનો લાભ લેવા માટે અગાઉથી નામ નોંધાવવું જરૂરી છે.
સંપર્ક નંબર: 7046422118

સ્થળ: કેપિટલ માર્કેટ, બીજો માળ, શોપ નં. S-95, સાધના ભેળની ઉપર, રવાપર ચોકડી, મોરબી.

વર્કશોપનું ગુગલ મેપ પર લોકેશન મેળવવા માટે એડ પર ક્લિક કરો
error: Content is protected !!