HomeAllમોરબીમાં 100 સિરામિક એકમો બંધ : મુખ્યમંત્રીને સ્થિતિથી વાકેફ કરાયા

મોરબીમાં 100 સિરામિક એકમો બંધ : મુખ્યમંત્રીને સ્થિતિથી વાકેફ કરાયા

મોરબીનો સિરામિક ઉદ્યોગ હાલમાં વિકટ પરિસ્થિતિમાં છે ત્યારે ગઇકાલે મોરબી સિરામિક એસો.ના પ્રમુખની પત્રકાર પરિષદ યોજાઇ હતી તેમણે જણાવ્યું હતું કે છેલ્લા બે દિવસની અંદર મોરબીમાં પ્રોપેન ગેસ આધારિત 100 જેટલા સીરામીકના કારખાના બંધ થઈ ગયા છે અને આગામી દિવસોમાં આ આંકડો વધીને સાડા ચારસો સુધી પહોચે તો પણ નવાઈ નથી.

ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે હાલમાં યુદ્ધ ચાલી રહ્યું છે અને તેની સૌથી મોટી અસર મોરબીમાં આવેલ વિશ્વ કક્ષાના સિરામિક ઉદ્યોગમાં જોવા મળી રહી છે અહીના સીરામીક કારખાનાઓની અંદર સીરામીક પ્રોડક્ટનું ઉત્પાદન કરવા માટે નેચરલ ગેસ અને પ્રોપેન ગેસનો ઉપયોગ કરવામાં આવે છે જોકે નેચરલ ગેસની સપ્લાય ગુજરાત ગેસ કંપની દ્વારા કરવામાં આવે છે અને તેઓ દ્વારા હાલમાં ઔદ્યોગિક એકમોની અંદર નેચરલ ગેસની સપ્લાઈ કરવામાં આવે છે પરંતુ પ્રોપેન ગેસની સપ્લાય જુદી જુદી કંપનીઓ અને એજન્ટો દ્વારા કરવામાં આવતી હોય છે.

જે કંપનીઓ દ્વારા પ્રોપેન ગેસની સપ્લાય કરવામાં આવી છે તેઓની પાસે જ હાલમાં પ્રોપેન ગેસ ન હોવાથી સીરામીક કારખાનાઓમાં પ્રોપેન ગેસની સપ્લાય છેલ્લા બે દિવસથી બંધ થવા લાગી છે જેના કારણે છેલ્લા બે દિવસમાં મોરબીમાં 100 જેટલા સિરામિક કારખાનાઓ બંધ થઈ ગયા છે આગામી દિવસોમાં કારખાના બંધ થવાનો આંકડો વધીને 450 સુધી પહોચે તેવી શક્યતા છે.

મોરબી સિરામિક એસો.ના પ્રમુખ મનોજભાઈ એરવાડીયાએ પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતું કે, મોરબીના સીરામીક ઉદ્યોગકારો હાલમાં વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે હાલમાં પ્રોપેન ગેસ ન મળતો હોવાથી કારખાના બંધ, કારખાનામાં પડેલ તૈયાર માલ એક્સપોર્ટ બંધ હોવાથી વેચાતો નથી, અગાઉ વેચાણ કરેલા માલના રૂપિયા આવતા નથી આમ ચારે બાજુથી મોરબીના ઉદ્યોગકારો ઘેરાઈ ગયા છે.

જોકે સિરામિક કારખાનામાં રોજગારી મેળવતા શ્રમિકો કે તેના પરિવારજનો હેરાન ન થાય તેના માટેની વ્યવસ્થા જે તે કારખાનેદાર કે કોન્ટ્રાક્ટરો દ્વારા કરવામાં આવી રહી છે અને ખાસ કરીને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા પણ ટંકારના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા સાથે ટેલિફોનિક વાત કરીને મોરબીના સિરામિક ઉદ્યોગને હાલની સ્થિતિમાં રાજ્ય સરકાર કઈ રીતે મદદરૂપ બની શકે તેની માહિતી મેળવી હતી અને મદદ કરવા માટેની તૈયારી મુખ્યમંત્રીએ દર્શાવી છે. આગામી સમયમાં જરૂર પડશે ત્યારે સીરામીક એસો. દ્વારા સરકાર પાસે પણ મદદ માટે રજૂઆત કરવામાં આવશે

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!