મોરબીમાં 20 કરોડના ખર્ચે બનનાર અદ્યતન વિજ્ઞાન કેન્દ્રનું ભૂમિપૂજન

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર દ્વારા મોરબી જિલ્લામાં બે એકરમાં 20 કરોડના ખર્ચે અદ્યતન જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર આકાર લઈ રહ્યું છે  જેનું ભૂમિપૂજન તા 15 /10 નાં રોજ કરવામાં આવ્યું હતું.

આ જીલ્લા સાયન્સ સેન્ટરમાં વિજ્ઞાન ગેલેરી અને મોરબી જિલ્લાની આગવી ઓળખ જેવી વિવિધ ગેલેરી ડેવલોપ કરવામાં આવશે. મોરબી જિલ્લાની જાહેર જનતાને ખૂબ સુંદર મજાનું ફરવા લાયક સ્થળ મળશે તેવી અધિકારીએ લાગણી વ્યક્ત કરી હતી.

આ તકે  મુખ્ય મહેમાન તરીકે મોરબી જિલ્લા શિક્ષણ અધિકારી કમલેશ મોતા તથા રિજ્યોનલ સાયન્સ સેન્ટર જામનગર ડાયરેક્ટર  ડો. જ્યોતિ કટેશિયા, જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી  કોઓર્ડિનેટર દિપેનકુમાર ભટ્ટ, જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ડાઇરેક્ટર એલ.એમ.ભટ્ટ  સહિતના હાજર રહ્યા હતા.

error: Content is protected !!