HomeAllમોરબીમાં 22 માર્ચે યોજાશે પ્રથમ સૌરાષ્ટ્ર યંગ થિન્કર્સ મીટ

મોરબીમાં 22 માર્ચે યોજાશે પ્રથમ સૌરાષ્ટ્ર યંગ થિન્કર્સ મીટ

આજના સમયમાં દેશ અને સમાજના નવનિર્માણ માટે યુવા શક્તિની ભૂમિકા સૌથી મહત્વની છે.યુવાનો પાસે શક્તિ, ક્ષમતા અને સંભાવનાઓનો અખૂટ ભંડાર છે, પરંતુ તેને સાચી દિશા અને યોગ્ય પ્લેટફોર્મ મળવું જરૂરી છે.

યુવાનોની આ શક્તિ અને ક્ષમતાને સાચા અર્થમાં કેળવવા, તેમને એક સક્ષમ વિચારમંચ પૂરું પાડવા અને સાચી દિશા આપવાના ઉદ્દેશ્ય સાથે મોરબીમાં એક ભવ્ય વૈચારિક ક્રાંતિનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં યંગ ઇન્ડિયા ગ્રુપ અને સમન્વય પ્રતિષ્ઠાનના સંયુક્ત ઉપક્રમે આગામી 22 માર્ચ 2026 ના રોજ શનાળા રોડ પર આવેલા સ્કાય મોલ ખાતે ‘ફર્સ્ટ સૌરાષ્ટ્ર યંગ થિન્કર્સ મીટ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

યંગ ઇન્ડિયા ગ્રુપ અને સમન્વય પ્રતિષ્ઠાન દ્વારા આયોજિત ફર્સ્ટ સૌરાષ્ટ્ર યંગ થિન્કર્સ મીટ’ની થીમ ‘જવાબદાર યુવાઓ, યશસ્વી સૌરાષ્ટ્ર સંકલ્પથી સિદ્ધિ સુધી’ રાખવામાં આવી છે.

આ મીટ વિશે વિસ્તૃત માહિતી આપતા યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેન રબારીએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવાનોમાં રાષ્ટ્ર, આપણી ગૌરવશાળી સંસ્કૃતિ અને સમાજ પ્રત્યે જાગૃતિ તથા સભાનતા કેળવવાનો છે.

યુવાનો પોતાના વિચારો દ્વારા સકારાત્મક દિશામાં આગળ વધે, તેમનામાં રહેલી નકારાત્મકતા દૂર થાય અને એક વિચારવાન, સક્રિય અને જાગૃત યુવા વર્ગ ઊભો થાય તેવા ઉમદા આશયથી આ આયોજન કરવામાં આવ્યું છે.

ખાસ કરીને યુવાનોમાં સાચી નેતૃત્વ ક્ષમતા ખીલે, રાષ્ટ્ર પ્રત્યેની પોતાની શું જવાબદારી છે તેનું ભાન થાય અને રાષ્ટ્રીય ચેતના જાગૃત થાય તે માટે આ વિશેષ મહામંથન યોજાશે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments