HomeAllમોરબીમાં 7 વર્ષનાં બાળકે બનાવેલું ચિત્ર સ્વીકારવા અમિત શાહ સ્ટેજ પરથી ઉતર્યા

મોરબીમાં 7 વર્ષનાં બાળકે બનાવેલું ચિત્ર સ્વીકારવા અમિત શાહ સ્ટેજ પરથી ઉતર્યા

ગઈકાલે મોરબીમાં કમલમ કાર્યાલય નું ઉદઘાટન કરવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ મોરબીના આંગણે આવ્યા હતા અને તેઓના હસ્તે કકાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યા બાદ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સભામાં અમિત શાહની સ્પીચ ચાલુ હતી.

દરમિયાન એક સાત વર્ષનો બાળક પોતાના હાથમાં અમિતભાઈ શાહનું બનાવેલ ચિત્ર લઈને આગળ આવ્યો હતો અને ત્યારબાદ કાર્યક્રમ પૂર્ણ થયા પછી અમિત શાહે તે બાળક પાસે જઈને તેની પાસેથી બાળકે બનાવેલ ચિત્ર હાથો હાથ સ્વીકાર્યું હતું.

અને પોતાના ફોટોગ્રાફ પણ બાળક પાસે રહેલા ફોટો ઉપર કરી આપ્યો હતો આ બાળકનું નામ યુગ દિનેશભાઈ મહેતા છે અને આ બાળકે અગાઉ બે વખત આવી જ રીતે ચિત્ર બનાવીને અમિત શાહને યુગ મહેતાએ ભેટ આપ્યા છે અને હાલમાં 24 બાય 28 ઇંચ નું અમિત શાહનું ચિત્ર બનાવીને તેઓને ભેટ આપ્યું હતું.  

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

error: Content is protected !!