HomeAllમોરબીમાં આમ આદમી પાર્ટીની જાહેર સભામાં યુવાનને તમાચો પડયો?

મોરબીમાં આમ આદમી પાર્ટીની જાહેર સભામાં યુવાનને તમાચો પડયો?

મોરબીમાં આમ આદમી પાર્ટીની ચાલુ સભામાં યુવાનને પડેલા લાફાની ગુંજ દિલ્હી સુધી સંભળાઈ છે અને ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સત્તા આવી નથી ત્યાર આવી દાદાગીરી છે તો સત્તા આવે તો શું થાય તેવા સવાલ સાથે સોશ્યલ મીડિયા મારો ચલાવવામાં આવી રહ્યો છે ત્યારે ત્યારે શું હતો સમગ્ર મામલો અને કોણે કોને લાફો માર્યો હતો તેમજ આમ આદમી પાર્ટી ઈશુદાન ગઢવીએ યુવાનના પ્રશ્નોનો શું જવાબ આપ્યો હતો અને લાફા બાબતે શું પ્રતિકીય આપી હતી તેની ચોરેને ચોટે ચર્ચા થવા લાગી છે.

મોરબીમાં પંચાસર રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જવાની વાતને લઈને ઈશુદાન ગઢવી તથા આપના આગેવાનો દ્વારા સભામાં જે વાતો કરવામાં આવી હતી તેને લઈને પ્રશ્ન પૂછવા માટે ભરતભાઈ ફુલતરીયા નામનો યુવાન આવ્યો હતો અને યુવાને ઈશુદાન ગઢવીને ત્રણ પ્રશ્નો પૂછ્યા હતા જેમાં દિલ્હીમાં યમુના નદીના પાણી ઘૂસી જાય છે .

ત્યાં દસ વર્ષથી આમ આદમી પાર્ટી છે શું કર્યું છે ?, આમ આદમી પાર્ટી કરપ્શન કરતી નથી તેવું કહો છો તો 12 મહિના સુધી તેમને જેલમાં રહેવું પડ્યું તો ઘણી વગરનું દિલ્હી થઈ ગયું હતું તો તેમણે રાજીનામું કેમ ન આપ્યું ? અને દિલ્હીમાં જે રીતે જુદી જુપડી વસાવી શું આ સાર્વજનિકમાં અહીંયા જુદી જોપડી વસાવી દેવામાં આવશે? જોકે યુવાને ચાલુ વાતમાં એવું પણ કહ્યું હતું કે કેજરીવાલ કે ઈશુદાન ગઢવીનો વિરોધ નથી પરંતુ આ સવાલના જવાબ જોઈએ છે

ત્યારબાદ ઈશુદાન ગઢવીએ યુવાનને જવાબ આપે ત્યારે પહેલા યુવાનના ગાલ ઉપર લાફો પડી ગયો હતો જોકે ઈશુદાન ગઢવીએ યુવાનના પ્રશ્ર્નોેનો જવાબ આપતા કહ્યું હતું કે સત્યેન્દ્ર જૈન જેને અઢી વર્ષ જેલમાં રાખવામાં આવ્યા તેનો કેસ હાઇકોર્ટમાં ચાલી જતા દિલ્હી હાઈકોર્ટે તેમને નિર્દોષ જાહેર કર્યા છે અને યમુના નદીમાં જે ગંદકી આવે છે તે દિલ્હીની નથી ઉત્તર પ્રદેશ અને હરિયાણાથી ગંદકી આવે છે .

તથા ટ્રમ્પના પત્ની જ્યારે દિલ્હીની મુલાકાતે આવ્યા હતા ત્યારે દિલ્હીમાં સ્કૂલ જોઈ હતી જે આમ આદમી પાર્ટી એ કરેલા કામનો બોલતો પુરાવો છે અને 100 કરોડની હેરાફેરી દારૂની થઈ હોવા અંગેનો જે આક્ષેપ કરી કેજરીવાલજીની ધરપકડ કરવામાં આવી હતી તેમાં પણ સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આમાં કશું છે નહીં જેથી તેઓ પણ નિર્દોષ જાહેર થશે.

અને અંતમાં એવું કહ્યું હતું કે ગુજરાતમાં દર વર્ષે 10,000 કરોડનો દારૂ ગુજરાતમાં વેચાય છે અને યમુનામાં ગંદકીની વાત કરે છે પણ યમુના કરતા પણ સાબરમતી નદી ગંદી છે તેઓ રિપોર્ટ કેન્દ્ર સરકારે આપેલ છે અને સમગ્ર ભારત દેશની અંદર માત્ર દિલ્હી એવું રાજ્ય હતું કે તમામ વસ્તુઓ લોકોને મફત આપવા છતાં પણ દિલ્હી નફામાં ચાલતું હતું

ગઈકાલે આમ આદમી પાર્ટીની ચાલુ સભામાં જે યુવાનને પ્રશ્ન પૂછવા ના બદલામાં જવાબ આપવાના બદલે લાખો મારવામાં આવ્યો હતો તેનું નામ ભરત ડાયાભાઈ ફુલતરીયા રહે. નાની કેનાલ રોડ ઉપાસના પેલેસ વાળો હોવાનું જાણવા મળી રહ્યું છે જ્યારે સામા પક્ષે પ્રશ્ન પૂછી રહેલ યુવાન પાસેથી માઈક આંચકી લેવાનો પ્રયાસ કરનાર શખ્સનું નામ અશ્વિન પટેલ (એકે) રહે. મોરબી વાળો હોવાનું સામે આવી રહ્યું છે.

જોકે આ બાબતે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ મહાદેવભાઈ પટેલ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે તેઓ લાફો મારનાર વ્યક્તિને ઓળખતા નથી અને તે આમ આદમી પાર્ટીનો સભ્ય નથી પરંતુ બિન આધારભૂત સૂત્રો પાસેથી મળતી વિગત પ્રમાણે લાફો મારનાર વ્યક્તિ મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રભારી પંકજભાઈ રાણસરિયાનો મિત્ર હોવાનું હાલમાં ચર્ચા રહ્યું છે.

જોકે ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના પ્રમુખ ઈશુદાન ગઢવી ની ચાલુ સભામાં પ્રશ્ર્ન પૂછનાર વ્યક્તિને લાફો મારવામાં આવ્યો આ બાબતે ઈશુદાન ગઢવીને પ્રશ્ન પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં મજબૂત બની રહી છે .

ત્યારે મુખ્યમંત્રી લેવલથી ષડયંત્ર થતું હોય તેવું મને લાગી રહ્યું છે અને ભાજપના રાવણ જેવા શાસનની સામે અમે લોકો લડી રહ્યા છીએ અને અમે ડરતા નથી ત્યારે જો ભાજપમાં તાકાત હોય તો સામી છાતીએ લડવા આવે અત્યાર સુધી પોલીસથી પ્રજાને ડરાવી છે પરંતુ અમે બમણા જોરથી મેદાનમાં આવ્યા છીએ ત્યારે મતદારો આગામી ચૂંટણીમાં ભાજપ ને જવાબ આપશે. અને લાફો મારવાની ઘટના વિશે અંતમાં એટલું જ કહ્યું હતું કે કોઈએ આવું કરવું જોઈએ નહીં

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

error: Content is protected !!