HomeAllમોરબીમાં “આરોગ્ય વિહાર” દ્વારા 26-27-28 ફેબ્રુઆરીએ ફ્રી નિદાન કેમ્પનું આયોજન

મોરબીમાં “આરોગ્ય વિહાર” દ્વારા 26-27-28 ફેબ્રુઆરીએ ફ્રી નિદાન કેમ્પનું આયોજન

મોરબી : શહેરમાં સ્વસ્થ જીવનશૈલી અને પ્રાકૃતિક ઉપચાર અંગે જાગૃતિ લાવવા માટે “આરોગ્ય વિહાર” નેચરોપેથી અને આયુર્વેદિક સેન્ટર દ્વારા તા. 26, 27 અને 28 ફેબ્રુઆરી 2026 (ગુરુવાર, શુક્રવાર અને શનિવાર) દરમિયાન ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કેમ્પમાં આયુર્વેદ અને નેચરોપેથી ક્ષેત્રના અનુભવી તબીબો દ્વારા નિદાન અને માર્ગદર્શન આપવામાં આવશે.

ઉપસ્થિત નિષ્ણાત તબીબો: ડૉ. પી.એન. ગઢીયા (B.A.M.S., પૂર્વ હેલ્થ ઓફિસર, 45 વર્ષનો અનુભવ), ડૉ. ધર્મદીપ ગોહિલ (જામનગર) (M.D. આયુર્વેદાચાર્ય, 15 વર્ષનો અનુભવ, વી.એમ. મહેતા આયુર્વેદ કોલેજ રાજકોટ – આસિસ્ટન્ટ પ્રોફેસર), ડૉ. યશવી ગઢીયા (B.A.M.S., ગર્ભસંસ્કાર નિષ્ણાત), ડૉ. નિધિ પટેલ (N.D.D.Y. & D.N.Y.)

ઉપલબ્ધ સારવાર: કેમ્પ દરમિયાન નીચે મુજબના રોગો માટે નિદાન અને સારવાર આપવામાં આવશે: ✅ પાચન સંબંધિત રોગો – ગેસ, એસિડિટી, કબજિયાત, અપચો, પિત્ત, ખરાબ ઓડકાર વગેરે, ✅ મળ માર્ગ સંબંધિત તકલીફો – હરસ, મસા, ફિશર, મળમાં લોહી પડવું, અસહ્ય દુઃખાવો કે બળતરા, ✅ વિવિધ પ્રકારના દુઃખાવા – માથાનો દુઃખાવો, માઇગ્રેન, હાથ-પગનો દુઃખાવો, કમર અને કરોડરજ્જુની પીડા, ફ્રોઝન શોલ્ડર, સાઇટિકા, આમવાત, સંધિવાત, વધેલું યુરિક એસિડ વગેરે. આ ઉપરાંત, કેમ્પમાં આવતા દર્દીઓને એક્યુપ્રેસર, પંચકર્મ, સ્નેહન-સ્વેદન, શિરોધારા, વિદ્ધકર્મ અને અગ્નિકર્મ જેવી થેરાપી રાહત દરે ઉપલબ્ધ રહેશે.

ખાસ નોંધ: દર્દીઓએ તેમના જૂના રિપોર્ટ્સ સાથે લાવવાના રહેશે, અગાઉથી નામ નોંધણી કરાવવી આવશ્યક રહેશે

📞 સંપર્ક: 7046422118, 🕘 સમય: સવારે 9:30 થી બપોરે 1:00, બપોરે 3:30 થી સાંજે 7:00, 📍 સ્થળ: કેપિટલ માર્કેટ, બીજો માળ, શોપ નં. S-95, સાધના ભેળ ઉપર, રવાપર ચોકડી, મોરબી, “આરોગ્ય વિહાર” દ્વારા આયોજિત આ ફ્રી નિદાન કેમ્પમાં મોરબી તથા આસપાસના નાગરિકોએ વધુમાં વધુ લાભ લેવા અપીલ કરવામાં આવી છે.

વર્કશોપનું ગુગલ મેપ પર લોકેશન મેળવવા માટે એડ પર ક્લિક કરો
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!