
મોરબી : વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળના સંયુક્ત બેનર હેઠળ અખંડ ભારત સંકલ્પ દિવસની ઉજવણી અંતર્ગત આજે મોરબી શહેરમાં ભવ્ય મસાલ (બાઈક) રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ રેલીમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓ ઉપરાંત હિન્દુ સમાજના મોટી સંખ્યામાં ભાઈઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

રેલીનો પ્રારંભ મહારાણા પ્રતાપજીની પ્રતિમા પાસેેથી કરવામાં આવ્યો હતો, જ્યાંથી નવા બસ સ્ટેન્ડ નજીક આવેલા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સુધી “વંદે માતરમ”, “ભારત અખંડ હો” તથા “ભારત હિન્દુ રાષ્ટ્ર હો” જેવા દેશભક્તિના ગુંજતા નારાઓ સાથે બાઈક રેલી આગળ વધારી હતી.

સામાજિક સમરસતા અને રાષ્ટ્રીય એકતાના સંદેશ સાથે યોજાયેલી આ રેલી દરમિયાન પ્રસ્થાન સ્થળે તથા પૂર્ણ સ્થળે ભાઈઓ દ્વારા ભારત માતાનું પૂજન કરવામાં આવ્યું હતું

આ પ્રસંગે રાષ્ટ્રીય એકતા, અખંડતા અને દેશભક્તિનો સંદેશ જનમાનસ સુધી પહોંચાડવામાં આવ્યો હતો.

















