
ચાલુ નાંણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ અંતર્ગત અરજી કરી પુર્વ મંજુરી મેળવેલ હોય તેવા અરજદાર ખેડૂત મિત્રોએ જરૂરી સાધનીક કાગળો નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરીએ રજૂ કરેલ ન હોય તેવા તમામ બાગાયતદાર ખેડૂતો સહાય યોજનાઓથી વંચિત રહી ના જાય તે હેતુથી ખરીદી કે વાવેતર કરી બીલો સહીતના અન્ય જરૂરી સાધનીક કાગળો સાથે દરખાસ્ત તા. ૩૧/૦૧/૨૦૨૬ સુધીમાં નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, રૂમ નં ૨૨૬-૨૨૭-તાલુકા સેવા સદન, લાલબાગ(ફોન નં:-૦૨૮૨૨- ૨૪૧૨૪૦), મોરબીના સરનામે અચુક રજૂ કરવાના રહેશે.

બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ અંતર્ગત અરજી કરી પુર્વ મંજુરી મેળવેલ હોય તેવા અરજદાર ખેડૂત મિત્રોએ આઇ-ખેડૂત પોર્ટલ ૨.૦ (http//ikhedut.gujarat.gov.in) ઉપર અરજીમાં જણાવ્યા મુજબના જરૂરી સાધનિક કાગળો અપલોડ કરીને ખરીદી કે વાવેતર કરી બીલો સહીતના અન્ય જરૂરી સાધનીક કાગળો સાથે દરખાસ્ત જિલ્લાની નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, રૂમ નં. ૨૨૬-૨૨૭-તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબીના સરનામે રજૂ કરવાના રહેશે.














