HomeAllમોરબીમાં બાંધકામ મંજૂરી-બીયું પરમિશન માટેની સત્તા સરકારે મહાપલિકાને સુપ્રત કરી

મોરબીમાં બાંધકામ મંજૂરી-બીયું પરમિશન માટેની સત્તા સરકારે મહાપલિકાને સુપ્રત કરી

મોરબી મહાનગરપાલિકાના વિસ્તારમાં બાંધકામ મંજૂરી અને બિલ્ડિંગ યુઝ પરમિશન માટેની અરજીઓનો હવે ઝડપથી નિકાલ થશે કેમ કે, મોરબી-વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની બોર્ડ બેઠકમાં ઠરાવ કરીને દરખાસ્તને શહેરી વિકાસ તથા શહેરી ગૃહ નિર્માણ વિભાગની મંજુરી અર્થે મોકલવી હતી જેને સરકારે મંજૂર કરી છે જેથી મહાપાલિકા વિસ્તારમાં વિકાસ પરવાનગી, બિલ્ડિંગ યુઝ પરમિશન વિગેરે બાબતોની સત્તા સરકાર દ્વારા મહાપાલિકાને સુપ્રત કરવામાં આવેલ છે

ગુજરાત સરકારના શહેરી વિકાસ તથા શહેરી ગૃહ નિર્માણ વિભાગના તા.23/06/2025 ના જાહેરનામાં દ્વારા મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની હદ વધારીને મોરબી મહાનગરપાલિકાની હદ વિસ્તાર મુજબ વધારવામાં આવેલ છે જે અન્વયે સત્તામંડળ વિસ્તારમાં વિકાસ પરવાનગી બિલ્ડિંગ યુઝ પરમિશન (બીયુ) વિગેરે બાબતોની સત્તા સત્તામંડળને મળેલ છે.

મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળમાં હાલે કોઈ ટેકનિકલ સ્ટાફ ન હોવાને કારણે વિકાસ પરવાનગી, બિલ્ડિંગ યુઝ પરમિશન વિગેરે બાબતોની સત્તા મહાનગરપાલિકાના વિસ્તાર પૂરતી મોરબી મહાનગરપાલિકાને સુપ્રત કરવા મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની બોર્ડ બેઠકમાં ઠરાવ કરવામાં આવેલ છે. જે દરખાસ્તને શહેરી વિકાસ તથા શહેરી ગૃહ નિર્માણ વિભાગની મંજુરી અર્થે પાઠવેલ હતી.

જે અન્વયે તા. 11/8/2025 ના રોજ સરકાર દ્વારા સદર બાબતે મંજુરી આપેલ છે. જેથી મહાનગરપાલિકા દ્વારા આ બાબતે આવનાર સમયમાં ઝડપથી કાર્યવાહી પુર્ણ કરવામાં આવશે. તેવી માહિતી નાયબ કમિશનર દ્વારા આપવામાં આવેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

error: Content is protected !!