મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજીના નવરંગ માંડવાનું આયોજન: ધાર્મિક કાર્યક્રમો યોજાશે

મોરબીના નવલખી રોડ ઉપર રેલવે સ્ટેશન પાસે આવેલા ધક્કાવાળી મેલડી માતાજીના મંદિરે નવરંગ માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા 28ને શનિવારે આ ધાર્મિક કાર્યક્રમ યોજાશે.

મોરબીમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ધક્કાવાળી મેલડી માતાજીના મંદિરે નવરંગ માંડવાનું આયોજન કરાયું છે.

જેમાં સવારે થાંભલી રોપણ, નવચંડી યજ્ઞ, બિડું હોમવાનો સાંજે 4 વાગ્યે, ભુવાના સામૈયા સાંજે 5 વાગ્યે, મહાપ્રસાદ સાંજે 6 વાગ્યે, મહાઆરતી સાંજે 7 વાગ્યે, ડાકલાની રમઝટ રાત્રે 9 વાગ્યે યોજાશે આ તકે રાવણદેવ હિતેષભાઇ (ગોંડલ વાળા) સહિત ભુવાઓ માતાજીના દુહા છંદ ગરબાની રમઝટ બોલાવશે. મંદિરે તા.25 ને બુધવારએ રાત્રે 8:30 વાગે મંદિરના આંગણે ઓર્કેસ્ટ્રા મ્યુઝીક પાર્ટી સાથે રાસ ગરબાનું આયોજન કરાયુ છે.

error: Content is protected !!