
મોરબી શહેર અને આસપાસના વિસ્તારોમાં આજે સવારે લાંબા સમય પછી મેઘરાજાએ ધમાકેદાર પધરામણી કરી હતી.

આજે વહેલી સવારે ગરમી અને ઉકળાટ વચ્ચે અચાનક આકાશમાં ઘનઘોર કાળા વાદળો છવાતા વાતાવરણમાં પલટો આવ્યો હતો અને થોડી ક્ષણોમાં જ ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો.

મેઘરાજાએ જ્યારે એન્ટ્રી લીધી ત્યારે શહેરના તમામ મુખ્ય માર્ગો પર પાણી વહી નીકળ્યા હતા અને ઘણા માર્ગો નદી સમાન વહેતા જોવા મળ્યા હતા.


શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી.લાંબા સમયથી રાહ જોઈ રહેલા લોકો અને ખાસ કરીને ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી.

મોરબીમાં ઘણા દિવસોથી વરસાદ ન હોવાથી ઉનાળા જેવી પરિસ્થિતિ હતી, પણ આજે પવનની સાથે વરસેલા ઝમઝમતા વરસાદે શહેરમાં ઠંડકનો ચમકારો ફેલાવી દીધો છે.
























