
પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે મોરબી જિલ્લામાં મોરબી ડીસ્ટ્રીકટ નેટવર્ક પીપલ્સ વીથ એચ.આઈ.વી. એઈડ્સ કંટ્રોલ (એમ.ડી.એન.પી) દ્વારા ડિસ્ટ્રિક્ટ ટીબી ઓફિસર ડો.ધનસુખ અજાણા તેમજ પ્રોગ્રામ કો- ઓર્ડીનેટર પિયુષભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ સિવિલ હોસ્પિટલ મોરબી ખાતે એ.આર.ટી. ની દવા લેતા તમામ સગર્ભા બહેનો, વિધવા બહેનો તથા બાળકોને રાશન કીટ વિતરણ કરવા માટેનું જીલ્લા ક્ષય કેન્દ્ર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ માટે (એમ.ડી.એન.પી) મોરબીના સભ્યો રાજેશભાઈ લાલવાણી, રાજેશભાઈ જાની, જયદીપભાઇ નિમાવત, ભાવનાબેન ચાવડા તથા કૃણાલભાઈ ત્રિવેદીએ સિરામિક ગ્રુપ તેમજ લોકલ દાતાઓ શોધી દાતાશ્રીઓ મારફત 50 જેટલી કિટ મેળવીને દર્દીઓને આપી હતી.વધુ માહિતી માટે રાજેશભાઈ લાલવાણી (મો.75675 17462) નો સંપર્ક કરવાનો રહેશે.




















