
પીજીવીસીએલની વડી કચેરી દ્વારા સમગ્ર વિસ્તારમાં બાકી બિલની રિકવરી કરવા માટે થઈને મેગા ડીસકનેક્શન ડ્રાઇવનું આયોજન કરવાનું છે તે અંતર્ગત મોરબી સર્કલ ઓફિસે હેઠળ આવતા 12 સબડિવિઝન હેઠળ આવતા વિસ્તારમાં વીજ બિલ બાકી હોય તેવા ગ્રાહકો પાસેથી રિકવરી કરવા માટે તેને કામગીરી હાથ ધરવામાં આવી છે તે અંતર્ગત ગઇકાલે સવારથી મોરબી પીજીવીસીએલની 210 જેટલી ટીમો સમગ્ર જિલ્લાની અંદર વીજબિલ બાકી હોય તેવા ગ્રાહકો પાસેથી નાણાંની રિકવરી કરવા માટેની કામગીરી કરી રહી છે.
દરમિયાન અધિકારી પાસેથી મળતી વિગત પ્રમાણે લગભગ એક જ દિવસમાં મોરબી જીલ્લામાં 3513 વીજ ગ્રાહકોના વિજ કનેક્શનને કટ કરવામાં આવ્યા છે અને કેટલાક વીજ ગ્રાહકો દ્વારા સ્થળ ઉપર જ તેમના બાકી બિલની રકમ વીજ કંપનીના અધિકારી અને કર્મચારી પાસે જમા કરવામાં આવી હતી જેથી એક જ દિવસમાં મોરબી જીલ્લામાં કૂલ મળીને 4.19 કરોડની વસૂલાત કરવામાં આવેલ છે. તેમજ 4.51 લાખ રૂપિયા પેનલ્ટીના વસૂલ કરવામાં આવેલ છે.
વધુમાં અધિકારી જણાવ્યુ હતું કે, હાલમાં જે રીતની કામગીરી કરવામાં આવી છે આવી જ રીતે આગામી 31મી માર્ચ સુધી મોરબી જિલ્લામાં પીજીવીસીએલ દ્વારા કામ કરવામાં આવશે




























