
મોરબીમાં ઉમા ટાઉનશીપ પાસે આવેલ. મફતિયાપરા વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા બે રહેણાંક મકાન બનાવવામાં આવ્યા હતા જેથી પોલીસ વિભાગ રેવન્યુ વિભાગને સાથે રાખીને 40 ચોરસ મીટર જેટલી જગ્યા ઉપર બનાવવામાં આવેલા બે ગેરકાયદે મકાનોને થોડી પાડવામાં આવ્યા હતા મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉમા ટાઉનશીપ સામેના ભાગમાં મફતિયાપરા વિસ્તારમાં જુસબ ઉર્ફે જુસ્સો હબીબ જામ અને વલીમામદ હબીબ જામ દ્વારા સરકારી જમીન ઉપર બે રહેણાંક મકાન બનાવવામાં આવ્યા હતા.

અને આ શખ્સો અગાઉ દારૂ તથા શરીર સંબંધી ગુનામાં અવારનવાર પકડાયેલ હોય પોલીસ વિભાગ દ્વારા રેવન્યુ વિભાગના અધિકારીઓની સાથે રાખીને આજે સરકારી જમીન ઉપર કરવામાં આવેલ દબાણને તોડી પાડવામાં આવ્યું હતું.

વધુમાં પોલીસ અધિકારી પાસેથી મળતી વિગત પ્રમાણે બંને શખ્સોએ 20 – 20 ચોરસ મીટર જગ્યા ઉપર ગેરકાયદે બાંધકામ કરીને મકાન બનાવ્યા હતા જે બંને ઉપર સરકારી બુલડોજર ફેરવીને તોડી પાડવામાં આવ્યા છે અને અંદાજે એક કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીનને દબાણ મુક્ત કરવામાં આવેલ છે. આ કામગીરી મોરબીના એસપી મુકેશકુમાર પટેલના માર્ગદર્શન અને ડીવાયએસપી પી.એ.ઝાલાની સુચના મુજબ સીટી મામલતદાર હિતેશભાઈ કુંડારીયાને સાથે રાખીને બી ડિવિઝન પોલીસની ટીમ દ્વારા કરવામાં આવી હતી.














