
દશેરાના દિવસે ઠેર ઠેર શસ્ત્ર પૂજનના આયોજનો કરવામાં આવતા હોય છે ત્યારે જો મોરબી પોલીસ વિભાગની વાત કરીએ તો મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં તાલુકા પોલીસ લાઈન ખાતે નવદુર્ગા ગરબીનું આયોજન કરવામાં આવ્યું છે.

ત્યાં પોલીસ વિભાગ દ્વારા શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ રાખવામા આવેલ હતો જેમાં મોરબી જિલ્લાના એસપી મુકેશકુમાર પટેલ ડીવાયએસપી પી.એ. ઝાલા અને વિરલ દલવાડી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા

અને તેઓએ શસ્ત્ર પૂજન કર્યું હતું અને ખાસ કરીને આ તકે એસપી દ્વારા મોરબી જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે માટે ભગવાનને પ્રાર્થના કરવામાં આવી હતી.


















