

મોરબી શહેરમાં ક્રિકેટનો ક્રેઝ હંમેશા જોવા મળે છે. ત્યારે શહેરના ક્રિકેટ રસિયાઓ માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. મોરબીના યુવાનો દ્વારા ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની રોમાંચક મેચ મોટી એલઇડી (LED) સ્ક્રીન પર લાઈવ નિહાળવા માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

મોરબીના રવાપર રોડ પર આવેલા બાપા સીતારામ ચોક ખાતે “ક્રિકેટ નાઈટ્સ” અંતર્ગત ઇન્ડિયા વર્સીસ ન્યૂઝીલેન્ડ મેચનું વિશાળ એલઇડી સ્ક્રીન પર લાઈવ પ્રસારણ કરવામાં આવી રહ્યું છે. આ આયોજન દ્વારા ક્રિકેટ પ્રેમીઓને એકસાથે બેસીને સ્ટેડિયમ જેવો માહોલ અનુભવતા મેચનો રોમાંચ માણવાનો અવસર મળશે.

ખાસ વાત એ છે કે, ક્રિકેટ ચાહકો માટે આ લાઈવ મેચ નિહાળવાની વ્યવસ્થા સંપૂર્ણપણે નિઃશુલ્ક રાખવામાં આવી છે, જેથી વધુમાં વધુ લોકો મેચનો આનંદ લઈ શકે.

આ આયોજન અનિલભાઈ વરમોરા, કેતન વિલાપરા અને જયદીપ દેત્રોજા દ્વારા કરવામાં આવ્યું છે. આયોજકોએ મોરબીના તમામ ક્રિકેટ પ્રેમીઓને બાપા સીતારામ ચોક ખાતે આવીને ટીમ ઇન્ડિયાને ઉત્સાહપૂર્વક ચિયર કરવા આમંત્રણ પાઠવ્યું છે.











