HomeAllમોરબીમાં ઝુલેલાલ જન્મોત્સવ નિમિતે ભવ્ય શોભાયાત્રા નીકળી

મોરબીમાં ઝુલેલાલ જન્મોત્સવ નિમિતે ભવ્ય શોભાયાત્રા નીકળી

મોરબી શહેરમાં ભગવાન ઝુલેલાલના જન્મોત્સવ નિમિતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શહેરના સિંધિ સમાજ સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી.

શોભાયાત્રા શહેરના વિવિધ માર્ગો પરથી ધામધૂમથી પસાર થઈ હતી. યાત્રામાં સુંદર સજાવટ કરેલ રથમાં ભગવાન ઝુલેલાલની પ્રતિમાને વિરાજમાન કરવામાં આવી હતી. ભક્તો દ્વારા ભજન-કીર્તન, નૃત્ય અને જયઘોષ સાથે સમગ્ર વાતાવરણ ધાર્મિક રંગમાં રંગાઈ ગયું હતું.

શોભાયાત્રા દરમિયાન વિવિધ સમાજસેવી સંસ્થાઓ દ્વારા ઠંડા પાણી, છાશ અને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. યાત્રાના માર્ગ પર સુરક્ષા અને વ્યવસ્થા માટે પોલીસ વિભાગ દ્વારા પણ પૂરતી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં શહેરના આગેવાનો, યુવાનો, મહિલાઓ તથા વડીલો મોટી સંખ્યામાં જોડાયા હતા અને ઝુલેલાલ ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!