HomeAllમોરબીમાં કાયદો અને વ્યવસ્થા મજબૂત બનાવવા પોલીસની અસામાજિક તત્વો સામે લાલ આંખ

મોરબીમાં કાયદો અને વ્યવસ્થા મજબૂત બનાવવા પોલીસની અસામાજિક તત્વો સામે લાલ આંખ

મોરબી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવા માટે આજે પોલીસે લાલ આંખ કરી છે. વ્યાજખોરી, દાદાગીરી અને જમીન પચાવી પાડવા જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપી વી. કે. વોરિયાને આજે મોરબીના વ્યસ્ત એવા શનાળા રોડ પર યુનિફોર્મ પોલીસ બંદોબસ્ત વચ્ચે જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યો હતો.


સમાજમાં ભયનું વાતાવરણ ફેલાવવાનો પ્રયાસ લાંબા સમયથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ દ્વારા લોકોમાં ડર પેદા કરનાર તત્વોને પાઠ ભણાવવા માટે પોલીસે આ જાહેર કાર્યવાહી અપનાવી છે. ડિવિઝનલ પોલીસ અધિકારી (DySP) સહિતના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં નીકળેલા આ સરઘસને જોવા માટે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. પોલીસની આ કાર્યવાહીથી ‘કાયદાનું શાસન’ હોવાનો મજબૂત સંદેશ જનતામાં ગયો છે.

વર્કશોપનું ગુગલ મેપ પર લોકેશન મેળવવા માટે એડ પર ક્લિક કરો
RELATED ARTICLES

Most Popular

Recent Comments