HomeAllમોરબીમાં કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસો.ના ચેરમેન પદે મેઘરાજસિંહ ઝાલાની વરણી

મોરબીમાં કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસો.ના ચેરમેન પદે મેઘરાજસિંહ ઝાલાની વરણી

મોરબીમાં કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસો. દ્વારા પૂર્વ ચેરમેનની રીટાયર્ડ સેરેમની રાખવામાં આવી હતી તેની સાથોસાથ નવા ચેરમેન તરીકે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં શક્તિ મેડિકલ ગ્રૂપથી જાણીતા મેઘરાજસિંહ ઝાલાની વરણી કરવામાં આવેલ છે જેથી કરીને તેઓને ચોમેરથી શુભકામનાઓ મળી રહે છે.

આ ઈ-પેપર પૂરું વાંચો, ડાઉનલોડ કરવા માટે ઉપર આપેલી ફ્રન્ટ પેજની ઇમેજ પર ક્લિક કરો. અથવા નીચે આપેલ ડાઉનલોડની લિંક પરથી pdf ડાઉલનલોડ કરો

DOWNLOAD E-PAPER HERE

મોરબીમાં આવેલ દશા શ્રીમાળી વણિક જ્ઞાતિની વાડી ખાતે મોરબી કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસો. દ્વારા જનરલ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એસો.ના પ્રમુખ કિરણભાઈ મહેશ્ર્વરી, સેક્રેટરી જયેશભાઈ ટોલીયા, ટ્રેઝર ભાવેશભાઈ મહેતા તથા કારોબારીના સભ્ય નરેન્દ્રભાઈ પટેલ, અમિતભાઈ મહેતા, અશ્ર્વિનભાઈ કડીવાર, ઘનશ્યામસિંહ જાડેજા, રાજુભાઈ મહેશ્વરી, નરેન્દ્રભાઈ રંગપરીયા સહિતના લોકો હાજર રહ્યા હતા.

આ કાર્યક્રમમાં સંસ્થાના પૂર્વ ચેરમેન દિનેશભાઈ પી. મહેતાની રીટાયર્ડ સેરેમનીની ઉજવણી શરણાઈ અને બેન્ડવાજા સાથે કરવામાં આવી હતી અને ત્યારબાદ સંસ્થાના હોદ્દેદારોની સહમતિથી સંસ્થાના ભીષ્મપિતામાં ગણાતા પૂર્વ ચેરમેન દિનેશભાઈ મહેતાએ નવા ચેરમેન તરીકે મોરબીમાં શક્તિ મેડિકલ ગ્રુપના નામથી જાણીતા મેઘરાજસિંહ મહિપતસિંહ ઝાલાના નામની જાહેરાત કરવામાં આવી હતી જેને તમામ સભ્યોએ આવકારી હતી.

વર્કશોપનું ગુગલ મેપ પર લોકેશન મેળવવા માટે એડ પર ક્લિક કરો

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!