HomeAllમોરબીમાં ખેડૂતને હનીટ્રેપમાં ફસાવી 53 લાખ પડાવનાર ટોળકી ઝડપાઇ

મોરબીમાં ખેડૂતને હનીટ્રેપમાં ફસાવી 53 લાખ પડાવનાર ટોળકી ઝડપાઇ

ગોંડલની યુવતી સહિત આઠ સામે ગુનો નોંધાયો હતો: બે કાર, દાગીના અને મોબાઇલ સહિત 51 લાખનો મુદ્દામાલ જપ્ત

મોરબીમાં હનીટ્રેપમા ખેડુતને ફસાવી 53 લાખ પડાવાના ગુનામાં હનીટ્રેપના આરોપીઓ પાસેથી સોનાના બિસ્કીટ તથા સોનાનો ચેઇન તથા ગુન્હામા વપરોલ વાહનો કબ્જે કરી પાંચ આરોપીઓને મોરબી સીટી એ ડીવીઝન પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યા છે.

આ ઈ-પેપર પૂરું વાંચો, ડાઉનલોડ કરવા માટે ઉપર આપેલી ફ્રન્ટ પેજની ઇમેજ પર ક્લિક કરો. અથવા નીચે આપેલ ડાઉનલોડની લિંક પરથી pdf ડાઉલનલોડ કરો

DOWNLOAD E-PAPER HERE

ભોગબનનાર ભરતભાઈ કાસુન્દ્રાએ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ લખાવતા જણાવ્યું હતું કે ફરીયાદિની વાડીએ મજુરની જરૂૂરત હોય જેથી આરોપી પાંચાભાઇ કાનજીભાઇ માણસુરીયાને વાત કરતા આરોપીઓએ કાવત્રુ રચી આરોપી પાંચાભાઇએ અન્ય આરોપીઓ મારફતે આરોપી મહીલાનો ફરીયાદીને કોન્ટેક કરાવી આપતા આરોપી મહીલા ફરીયાદીની વાડીએ મજુરી માટે તેની વાડીએ આવી ફરીયાદી સાથે બેઠેલ હોય

દરમ્યાન તુરંત જ સહ આરોપીઓ ફરીયાદિની વાડીએ આવી ફરીયાદિના મહીલા આરોપી સાથેના ફોટા વીડીયો ઉતારી ફરીયાદીને ખોટી છેડતી બળાત્કારની ફરીયાદની તથા મારી નાખવાની ધમકી આપી ફરીયાદીને લાફા મારી ફરીયાદી પાસે એક કરોડ અગ્યાર લાખની માંગણી કરી તે પૈકી ફરીયાદી પાસેથી 100 ગ્રામના -4 (ચાર) સોનાના બીસ્કીટ કિ.રૂૂ.50,00,000/-(પચાસ લાખ) તથા સોનાનો અઢી તોલાનો ચેઇન કિ.રૂૂ.2,50000/- તથા રોકડા રૂૂ.1,00,000/- ફરી. પાસેથી કુલ મુદામાલ રૂૂ.53,50,000/- નો બળજબરી પુર્વક કઢાવી લઇ વધુ રૂૂપીયા કઢાવવા માટે ફરીયાદીનુ અપહરણ કરી લઇ જઇ ગોંધી રાખવા અંગેનો ગુન્હો રજીસ્ટર કરવામાં આવેલ હતો.

જે બાદ આ ગુનાની તપાસ દરમ્યાન ખાનગી બાતમીદારો તેમજ ટેકનીકલ સોર્સ થી પાંચ આરોપીઓ જીલુભાઇ વિહાભાઇ પરસાડિય રહે-પાળીયાદ ગામ તુરખા રોડ જુના પોલીસ સ્ટેશન પાછળ તા.જિ.બોટાદ, મુકેશભાઇ મફાભાઇ આલ રહે.દશામાતાજીના મંદીર પાસે સુદામડા ગામ તા.સાયલા જી.સુરેન્દ્રનગર, કરણભાઈ દેવરાજભાઈ વરૂૂ રહે.નવા બસ્ટેશન પાછળ ભરવાડ પરા વાકાનેર જી.મોરબી, પાંચાભાઈ કાનજીભાઈ માણસુરીયા રહે- તીથવા ગામ તા.વાંકાનેર,

દેવાંગભાઇ હરજીભાઇ વેલાણી રહે.આનંદધામ સોસાયટી ગેઇટ નં-2 ગઢડા રોડ બોટાદવાળાને પકડી પાડી ફરીયાદી પાસેથી બળજબરી પુર્વક કઢાવી લીધેલ સોનાના બિસ્કીટ પૈકી ત્રણ સોનાના બિસ્કીટ તથા સોનાનો ચેઇન તેમજ બનાવમાં ઉપયોગમા કરેલ બે કાર તથા એક એકસેસ તથા મોબાઇલ નંગ-6 મળી કુલ રૂૂ.51,11,000/- નો મુદામાલ કબ્જે કરી આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. આમ હેનીટ્રપની આ ઘટનામા સંડોવાયેલા પાંચ સભ્યોને ઝડપી પાડવામાં મોરબી સિટી એ ડીવીઝન પોલીસને સફળતા મળી છે. તેમજ આ ગુન્હામાં સંડોવાયેલ અન્ય આરોપીઓને ઝડપી પાડવા પોલીસે તજવીજ હાથ ધરી છે.

વર્કશોપનું ગુગલ મેપ પર લોકેશન મેળવવા માટે એડ પર ક્લિક કરો
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!