
સાયબર ગઠીયાઓએ આજકાલ સાયબર ફ્રોડ કરવા માટે જુદા જુદા કિમિયાઓ શોધી કાઢ્યા છે ત્યારે મોરબીના એક યુવકને ટેલીગ્રામ પર આર્થિક ફાયદા મેળવવા અંગેની લોભામણી લાલચ આપી આરોપીઓએ યુવક પાસે રૂૂ.27,57,000 નું રોકાણ કરવી રૂૂપિયા પરત યુવકને ન આપી છેતરપીંડી કરી હોવાની સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મોરબી શહેરમાં આવેલ દેવ સત્ય પેલેસ ધર્મલાભ સોસાયટી મકાન નં -404 માં રહેતા નીરવકુમાર નરેશભાઈ કુકરવાડીયા એ આરોપી પ્રિયનંદ કુમાર, પ્રમીલાદેવી, દેવેન્દ્ર, સંજય કપુર તથા અર્જુન પ્રસાદ નામના શખ્સો વિરુદ્ધ મોરબી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને આરોપીઓએ સોશ્યલ મીડીયા ટેલીગ્રામ એપ્લીકેશન ઉપર અલગ અલગ ટેલીગ્રામ યુઝર પ્રોફાઇલ બનાવી તેમાં ઓનલાઇન ટાસ્ક પુરા કરી મોટા આર્થિક ફાયદા મેળવવા અંગે લલચામણી લોભામણી સ્કિમો બાબતે મેસેજ, વાતચિત કરી ફરીયાદીનો ભરોસો કેળવી ફરીયાદી દ્વારા અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં અલગ અલગ તારીખ સમય રૂૂ,27,57,000/-નું રોકાણ કરેલ જે રોકાણના નાણા ફરીયાદીએ આરોપી પાસેથી પરત માંગતા નહી આપી ઠગાઇ કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.







