
લાયન્સ કલબ ઓફ મોરબી સીટી હંમેશા સેવા સહકારની ભાવના સાથે સેવાકીય પ્રોજેક્ટ કરી રહ્યું છે.જેમાં લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના દાતા હસુભાઈ પાડલિયા તરફથી આ ટ્રાયસિકલ તેમના પાટીદાર મેડિકલ સાધન સહાય ઓફિસ શકત શનાળા ખાતે આપવામાં આવી હતી.

સેવાકીય પ્રોજેક્ટમાં પાસ્ટ પ્રમુખ ત્રિભોવનભાઈ ફુલતરિયા લાયન સભ્યો ઉપેશભાઈ પાડલિયા, ચેતનભાઈ રાબડીયાની હાજરીમાં લાભાર્થી વસ્તાભાઈ ભવાનભાઈ ચાવડાને ટ્રાયશીકલ આપવામાં આવી હતી.આ સેવાકીય પ્રોજેક્ટમાં લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના તમામ સભ્યોએ શુભ સંદેશો પાઠવ્યો હતો વસ્તાભાઈને ટ્રાયસિકલ આપી ફુલહારથી અભિવાદન કરી તેઓ સમાજમાં હરીફરી શકે તેવી ઉમદા ભાવના સાથે સેવાકીય કાર્ય કરવામાં આવ્યું હતું.તેમ પાસ્ટ પ્રેસિડેન્ટ ત્રિભોવનભાઈ ફુલતરિયાએ યાદીમા જણાવેલ છે









