HomeAllમોરબીમાં મહાપાલિકા અને રોટરી કલબ દ્વારા ધમાલ ગલીનું આયોજન કરાયું

મોરબીમાં મહાપાલિકા અને રોટરી કલબ દ્વારા ધમાલ ગલીનું આયોજન કરાયું

વર્તમાન સમયમાં સોશ્યલ મીડિયાના આક્રમણ વચ્ચે બાળકો શેરી રમતોને જાણે કે ભૂલી જ ગયા છે ત્યારે મોરબીમાં બાળકોથી લઈને વૃદ્ધ સુધીના લોકો માટે રોટરી કબલ અને મહાપાલિકા દ્વારા રવિવારે ધમાલગલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકો સહિતના લોકોએ વિસરાતી રમત રમીને ભારે માજા માણી હતી.

આજે મોબાઈલ અને ગુગલના લીધે આખી દુનિયા આંગળીના ટેરવે આવી ગઈ છે.

જેથી કરીને બાળકો સતત મોબાઈલમાં રચ્યા પચ્યા રહેતા હોય છે ત્યારે અગાઉના સમયમાં શેરીમાં બાળકો ભેગા થાય અને ત્યાર બાદ લખોટી, થપો, ટાયર ફેરવવા, છાપું અને લંગડી, આંધળોપાટો, કોથળા દોડ, ધમાલિયો ધોકો, ભમરડો જેવી ધમાલ મસ્તી હવે શેરીઓમાં જોવા મળતી નથી અને ખાસ કરીને શેરીઓ શાંત થઈ ગયેલ છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી.

ત્યારે ભુલાઈ કે વિસરાઈ ગયેલ શેરી રમતોને ફરી જીવંત કરવા માટે મોરબીની રોટરી ક્લબ સંસ્થા અને મહાપાલિકા દ્વારા રવિવારના રોજ કેસર બાગ ખાતે ધમાલ ગલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહાપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરે સહિતના અધિકારીઓ તેમજ બાળકો, યુવાનો, વૃદ્ધો સહિતનાઓએ જુદીજુદી રમતો રમી હતી.

ખાસ કરીને કોથળા દોડ, ધમાલિયો ધોકો, ભમરડો, લંગડી, આંધળોપાટો, મલ કુસ્તી, લખોટી, સાપસીડી, દોરડા કુદ સહિતની શેરી રમતોની મજા સહુ કોઈએ માણી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રોટરી ક્લબના પ્રેસિડન્ટ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી. અને ખાસ કરીને દર મહિને આવી જ રીતે ધમાલ ગલીનું મોરબીના જુદાજુદા વિસ્તારમાં આયોજન કરવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

error: Content is protected !!