મોરબીમાં મહાપાલિકાની રસ્તા, પાણી, ગટર સહિતની કામગીરીનું નિરીક્ષણ કરતાં કમિશ્નર સ્વપ્નિલ ખરે

મોરબી મહાપાલિકાના કમિશ્ર્નર સ્વપ્નિલ ખરે દ્વારા શહેરમાં ચાલી રહેલ વિવિધ રોડ રસ્તા, પાણીની પાઈપ લાઈન તથા ગટરની લાઈન સહિતના ચાલુ કામોની સ્થળ મુલાકાત કરી હતી અને કામગીરીનું તલસ્પર્શી નિરીક્ષણ કર્યું હતું.

મહાનગરપાલિકા દ્વારા અંદાજીત 15 કરોડના ખર્ચે નાની કેનાલ રોડ (આઇકોનિક રોડ), અંદાજીત 1.76 કરોડના ખર્ચે કેસર બાગથી એલ.ઈ. કોલેજ સુધીનો રોડ, અંદાજીત 58 લાખના ખર્ચે ક્રિષ્ના સ્કુલથી એસ.પી.રોડ, અંદાજીત 1.27 કરોડના ખર્ચે અનુસુચીત વિસ્તારમાં શકત શનાળા ખાતે રોડ,

અંદાજીત 42 લાખના ખર્ચે રાજ સાહેબ બેકરી વાળી શેરીમાં રોડ, અંદાજીત 65 લાખના ખર્ચે વાવડી મેઈન રોડ પર રોડ રીસર્ફેસીંગનું કામ, અંદાજીત 14 લાખના ખર્ચે હરિપાર્કમાં રોડ, અંદાજીત 33 લાખના ખર્ચે લક્ષ્મીનારાયણ સોસાયટી શેરી નં.-2માં રોડ, અંદાજીત 1.07 કરોડના ખર્ચે ગોપાલ સોસાયટી થી સમર્પણ

હોસ્પિટલ સુધી ડામર રોડ, અંદાજીત 4.50 કરોડના ખર્ચે લાતી પ્લોટ વિસ્તારમાં સ્ટ્રોમ વોટર લાઈન નાખવાનું કામ અને અંદાજીત 30 લાખના ખર્ચે આસ્વાદ પાન-રામાપીર મંદિર-માધાપર ચોક-જડેશ્વર મંદિર થી ઇસ્ટ ઝોન ઓફીસ સુધી ડ્રેનેજ લાઈનના કામ સહિતના વિકાસ કામો હાલ પ્રગતિ હેઠળ છે.

આ કામોની ગુણવત્તા સહિતની બાબતોને ધ્યાનમાં રાખીને કમિશ્ર્નર સ્વપ્નિલ ખરેએ  સ્થળ તપાસ કરી હતી અને કામોનું નિરીક્ષણ કરી યોગ્ય સૂચનો કર્યા હતા.

error: Content is protected !!