મોરબીમાં મહિલાઓ માટે ખાસ વુમન્સ ડે (મહિલા દિવસ) નિમિતે ફ્રી આરોગ્ય કેમ્પનું આયોજન

પરિવારમાં સ્ત્રી એક એવું કિરદાર છે જે આખા પરિવારનું ધ્યાન રાખે છે અને પરિવારના દરેક સભ્યની નાની મોટી દરેક જરૂરિયાત પૂરી કરે છે એ પછી પોતાના બાળકો હોય કે ઘરના વડીલો હોય એ હરહંમેશ બધાના માટે હાજર હોય છે.

પરિવારનું ધ્યાન રાખવામાં તે પોતાનું ધ્યાન રાખવાનું ભૂલી જાય છે તો એ માટે ખાસ સ્ત્રીઓને એના ઉંમરના પડાવ અને તેના સ્ત્રીતત્વના મુંઝવતા પ્રશ્નોના નિવારણ માટે ખાસ મહિલાઓ માટે એક અઠવાડિયા નું ફ્રી નીદાનનું આયોજન કરેલ છે જેમાં મુખ્યત્વે ગાયનેક સમસ્યા,કોઈ પણ પ્રકારના દુઃખાવો, પાચન સંબંધી સમસ્યાઓ ના નિવારણ હેતુ આ આયોજન કરવામાં આવ્યું છે.

મોરબી શહેરમાં મહિલાઓના આરોગ્યને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિહાર નેચરોપેથી અને આયુર્વેદિક સેન્ટર દ્વારા વિશેષ ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. 8 માર્ચ થી 14 માર્ચ 2026 સુધી એક અઠવાડિયા સુધી ચાલનારા આ કેમ્પમાં મહિલાઓના અનેક પ્રકારના રોગો માટે નિદાન અને માર્ગદર્શન આપવામાં આવશે.

આ કેમ્પમાં ખાસ કરીને PCOD / PCOS, માસિકની અનિયમિતતા, વધુ કે ઓછું માસિક સ્ત્રાવ, શ્વેત પ્રદર (સફેદ પાણી), માસિક દરમિયાન થતી પીડા, બીજની ઓછી ગુણવત્તા, બીજ નાના બનવા, લો કે હાઈ AMH, ગર્ભ ન રહેવો, ગર્ભાશય નો સોજો,ગર્ભાશયની દીવાલ જાડી થવી, ઓવારીમાં કે ગર્ભાશયમાં ગાંઠ થવી, હોર્મોન્સ નું અસંતુલન, થાયરોઈડ, પ્રિમેનોપોઝ, બી12, હિમોગ્લોબિન, D3 વગેરે જેવી ઉણપ પાચન ને લગતા રોગો ગેસ,એસિડિટી,અપચો,કબજિયાત વગેરે કોઈ પણ પ્રકાર ના દુખાવો તેમજ અનેક તકલીફો માટે નિદાન કરવામાં આવશે.

આ કેમ્પમાં નિષ્ણાત તરીકે ડૉ. ધર્મદીપ ગોહિલ (M.D. આયુર્વેદાચાર્ય જામનગર) અને ડૉ. નિધિ પટેલ (નેચરોપેથી અને યોગ, આહાર ચિકિત્સા ના નિષ્ણાંત)દર્દીઓને માર્ગદર્શન આપશે. કેમ્પમાં ભાગ લેવા ઇચ્છુકોએ અગાઉથી નોંધણી કરાવવી જરૂરી છે.

વધુ માહિતી અને નોંધણી માટે 70464 22118 નંબર પર સંપર્ક કરવાની અપીલ કરવામાં આવી છે. આ કેમ્પનું આયોજન કેપિટલ માર્કેટ, બીજો માળ, શોપ નં-595, સાધના ભેલની ઉપર, રવાપર રોડ, મોરબી ખાતે કરવામાં આવ્યું છે.

error: Content is protected !!