HomeAllમોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા આયોજિત વેલકમ નવરાત્રીમાં ખેલૈયાઓ ઝૂમી ઉઠ્યા

મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા આયોજિત વેલકમ નવરાત્રીમાં ખેલૈયાઓ ઝૂમી ઉઠ્યા

મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા મોરબીના સંસ્કાર ઇમેજિંગ સેન્ટર ખાતે તાજેતરમાં વેલકમ નવરાત્રી સ્પર્ધાનું ધમાકેદાર આયોજન કરવામાં આવ્યુ હતુ.

જેમાં રોશની સંગાથે તાલીઓના તાલે, સંગીતના સથવારે અનેરા થનગનાટ સાથે ગરબે ઘુમવા બાળકોથી માંડી યુવાનો અવનવા આકર્ષક વસ્ત્રોના પરિધાન સાથે રાસ રમવા પહોચ્યા હતા અને ગરબે ઘૂમ્યા હતા.”માં” જગદંબાના નોરતાની આતુરતાથી રાહ જોવાતી હોય છે.

અને નવરાત્રીમાં સહુ ગરબે રમતા હોય છે ત્યારે નવલી નવરાત્રીને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા મોરબીના સંસ્કાર ઇમેજિંગ સેન્ટર ખાતે તાજેતરમાં વેલકમ નવરાત્રી સ્પર્ધાનું ધમાકેદાર આયોજન કરવામાં આવ્યુ હતુ.

જેમાં જુદીજુદી 4 કેટેગરી રાખવામા આવી હતી અને દરેક કેટેગરીના વિજેતાઓને ઇનામ આપવામાં આવ્યા હતા આ તકે મુસ્કાન સંસ્થાના સભ્યો પણ મન મુકી ગરબે રમ્યા હતા. ઉલેખનીય છે કે, મુસ્કાન વેલ્ફેર સોસાયટીનું ધ્યેય સમાજમાં આનંદ, એકતા અને સંસ્કૃતિને પ્રોત્સાહિત કરવાનું છે. સંસ્થા સતત વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા સમાજમાં ખુશી અને સકારાત્મકતા પ્રશરાવવાનું કાર્ય કરતી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

error: Content is protected !!