
મોરબી મહાનગર પાલિકા દ્વારા વન વિક વન રોડ અંતર્ગત વર્ષના છેલ્લા દિવસે નાની કેનાલ રોડ ઉપર ડીમોલેશન કરવામાં આવ્યું છે જેમાં 18 મીટર પહોળો રોડ મંજુર થયો હોય જેને નડતરરૂૂપ દબાણો દુર કરવામાં આવ્યા છે.


મોરબી મહાપાલિકા દ્વારા વન વિક વન રોડ ઝુંબેશ અંતર્ગત આજે પંચાસર રોડ ઉપર આવેલ નાની કેનાલ રોડ પર ડીમોલેશન શરૂૂ કરવામાં આવ્યું છે. જે મામલે ડેપ્યુટી કમિશનર સંજય સોનીએ જણાવ્યું કે હાઇવેથી પંચસર રોડ થઈ શનાળા રોડ સુધી 2.2 કિમીનો મોડેલ રોડ બનાવવામાં આવનાર છે.

આ રોડની પહોળાઇ 18 મીટર છે. આ રોડને નડતરરૂૂપ દબાણો હટાવવાની કામગીરી 3 મહિનાથી કરવામાં આવી રહી છે. આજે 10 મિલકતો તોડવામાં આવી છે. અહીં એક કોમ્પ્લેક્ષને પણ નોટિસ અપાઇ હતી.

અહીં દુકાનો ગેરકાયદેસર રીતે બનાવાય છે. જેથી નડતરરૂૂપ દબાણ હટાવવામાં આવી છે. આ મોડેલ રોડનો વર્ક ઓર્ડર 3 મહિના પહેલા અપાઈ ગયો હતો. હાલ તેની કામગીરી ચાલુ છે. 18 મહિનામાં કામ પૂર્ણ કરવાનું છે. આ રોડનું કામ 15.50 કરોડના ખર્ચે 2027 માં માર્ચ મહિનામાં પૂર્ણ થશે અને ટ્રાફિકની સમસ્યા પણ અમુક અંશે દુર થશે.












