
મોરબીમાં નકલી દૂધ તથા નકલી પનીરે વિગેરેનું વેચાણ કરવામાં આવે છે જે લોકોના આરોગ્યને ખુબજ નુકશાન કરે છે જેથી કરીને આ બાબતે મોરબી સીટી-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા મનપાના કમિશનરને લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે.

મોરબી સીટી-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્રારા મનપાના કમિશનરને લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે જેમાં જણાવ્યુ છે કે, મનપાની ફૂડ વિભાગની ટિમ ખાદ્ય પદાર્થમાં થતી ભેળસેળ તથા માણસની તંદુરસ્તીને નુકસાન થતી સ્થિતિને ધ્યાને લઈને સારી કામગીરી કરી રહી છે જો કે, મોરબીમાં નકલી દૂધ તથા પનીરનો કારોબાર મોટો ચાલી રહ્યો છે. તેવા સમાચાર છે.

તો દૂધનો વપરાસ માણસની જીંદગીમાં રોજીંદો છે. અને ખાસ કરીને દર્દીને પણ દૂધ આપવામાં આવે છે ત્યારે નકલી દૂધ, નકલી પનીર તથા ભેળસેળ વાળું દૂધની તપાસ કરીને જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે.















