
મોરબીમાં નાગરિકો રજૂઆત કરી થાકી જવા છતાં કોઈ કામગીરી થતી ના હોવાથી હવે મોરબીવાસીઓ આંદોલનના માર્ગે જોવા મળી રહ્યા છે અગાઉ રોડ ચક્કાજામના દ્રશ્યો સામાન્ય બની ગયા હતા અને હવે રેલીઓ યોજાઈ રહી છે આજે ઋષભ પાર્ક સોસાયટીના રહીશોએ ત્રણ વર્ષથી પાણીની સમસ્યા સામે ઝઝૂમી આખરે આંદોલનનં શસ્ત્ર ઉગામ્યું હતું વિશાલ રેલી યોજી મહાપાલિકા કચેરી પહોંચી રોષભેર પાણી આપોના પોકાર કર્યા હતા ત્યાર બાદ મોરબી મહાપાલિકા કચેરીએ સાત-સાત કલાક ધામાં નાખ્યા બાદ અંતે પાણી પ્રશ્ને નિરાકરણની યોગ્ય ખાતરી મળતા ઋષભપાર્કના સ્થાનિકોએ જન આંદોલન સમેટી લીધું છે. હાલ સ્થાનિકો તેમના ઘરે જવા રવાના થતા મહાપાલિકાના અધિકારીઓએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.

મોરબીના શનાળા રોડ પર આવેલ ઋષભ પાર્ક સોસાયટીના રહીશોએ આજે ઢોલ નગારા સાથે વિશાલ રેલી યોજી હતી સોસાયટીના રહીશોના જણાવ્યા મુજબ છેલ્લા ત્રણ વર્ષથી પાણીની સમસ્યા છે અનેક રજૂઆત છતાં તંત્ર ધ્યાન આપતું નથી જેથી આજે રેલી યોજી મહાપાલિકા કચેરી પહોંચ્યા હતા ઋષભ પાર્કથી રેલી યોજી શનાળા રોડ પર ફરી મહાપાલિકા કચેરી પહોંચ્યા હતા અને કચેરીની લોબીમાં સોસાયટીના રહીશોએ અડીંગો જમાવ્યો હતો અને ડેપ્યુટી કમિશ્નરને પાણી પ્રશ્ને રોષભેર રજૂઆત કરી હતી. સમગ્ર દિવસ દરમિયાન સ્થાનિકોએ અહીં ફટાણા, ગીતો, ધૂન-ભજન ગાયા હતા. જો કે પોલીસે અધિકારીઓને ડિસ્ટર્બ થતું હોવાનું જણાવતા સ્થાનિકોએ ધૂન-ભજન બંધ કરી દીધા હતા. ઉપરાંત અહીં કમ્પાઉન્ડમાં જ સ્થાનિકોએ સમૂહ ભોજન કર્યું હતું. બાદમાં સાંજે 7 વાગ્યાના અરસામાં અધિકારીઓએ યોગ્ય ખાતરી આપતા આગેવાનોએ જનઆંદોલન સમેટી લેવાનું એલાન આપ્યું હતું.

આગેવાનના જણાવ્યા અનુસાર અધિકારીઓએ આ વિસ્તારમાં યોગ્ય રીતે પાણી પહોંચે, યોગ્ય સમયે પાણી મળે અને યોગ્ય માત્રામાં પાણી મળે તેની ખાતરી આપી છે. આ કાર્યક્રમ મહાપાલિકાને જગાડવા માટેનો હતો. અમારો તે ઉદ્દેશ સાકાર થઈ ગયો છે જેથી હવે શિસ્તબદ્ધ રીતે ઘરે પરત ફરી રહ્યા છીએ સોસાયટીના રહીશો ઢોલ નગારા સાથે રેલી યોજી મહાપાલિકા કચેરી આવ્યા હતા અને આજે પાણી લઈને જ જશું તેવો મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો હતો ડેપ્યુટી કમિશ્નરને રૂૂબરૂૂ મળી રજૂઆત કર્યા બાદ કચેરીના પ્રાંગણમાં જ સોસાયટીના રહીશોએ ભોજન લીધું હતું સોસાયટીના રહીશોએ કચેરીના ગ્રાઉન્ડમાં જ પંગત પાડી ભોજન લીધું હતું.

નવી પાઈપ લાઈન નેટવર્ક માટે 11 કરોડનો પ્રોજેક્ટ મંજૂર : ડેપ્યુટી કમિશનર
રજૂઆત અંગે ડેપ્યુટી કમિશ્નર સંજય સોનીએ જણાવ્યું હતું કે ઋષભ પાર્કના રહીશોએ પાણી અંગે રજૂઆત કરી હતી જેના માટે નવું ઉઙછ બનાવી સરકારની મંજુરી મેળવી પાણી નેટવર્ક માટે 11 કરોડનો પ્રોજેક્ટ મંજુર કરવામાં આવ્યો છે અને વર્ક ઓર્ડર આગલા સપ્તાહે આપી દેવાશે જેથી પ્રશ્નનો કાયમી નિકાલ થશે.




