
મોરબીમાં પાટીદાર વુમન્સ ગૃપ દ્વારા જન્મદિવસની ઉજવણીમાં ખોટા ખર્ચને બદલે લોકોને ઉપયોગી થાય તે માટે અનેરો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.

જેમાં પાટીદાર વુમન્સ ગ્રુપના અગ્રણીના જન્મદિવસ નિમિતે નબળા વર્ગના લોકોને રાશન કીટ આપી ઉજવણી કરવામાં આવી હતી .

મોરબી પાટીદાર વુમન્સ ગ્રુપના અગ્રણી કાજલબેન આદ્રોજાના જન્મદિવસની ઉજવણી સેવાકીય કાર્યોથી તે થાય માટે ગ્રુપના સભ્યોએ મોરબીના રેન બસેરા વસતા લોકોને રાહત મળે અને પોતાનું ગુજરાન સરળતાથી ચલાવી શકે તે માટે રાશન કીટ ની વિતરણ કરવામાં આવ્યો હતું

જેમાં 130 જેટલા લોકોને રાશન કીટ વિતરણ કરવામાં આવતા તેઓના ચેહરા પર ખુશી જોવા મળી હતી.



























