


મોરબીમાં ફિટનેસ વુમન ગ્રુપ અને નીલકંઠ વિદ્યાલય દ્વારા રાખી મેકિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં 80 થી વધારે સ્પર્ધકોએ ભાગ લીધો હતો. અને જુદીજુદી બે કેટેગરીમાં બહેનો દ્વારા ઉત્સાહપૂર્વક ભાગ લેવામાં આવેલ હતો.

અને વેસ્ટમાંથી બેસ્ટ રાખડીઓ બનાવી પોતાની કળાનું પ્રદર્શન કર્યું હતું. આ સ્પર્ધામાં બંને કેટેગરીમાં પાંચ પાંચ ઇનામ તેમજ ઘણા બધા પ્રોત્સાહન ઈનામો આપવામાં આવ્યા હતા તેમજ ભાગ લેનાર તમામ સ્પર્ધકને શ્યોર ગિફ્ટ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે જુલીબેને સેવા આપી હતી. અને ડો. દીક્ષાબેન, શોભનાવા ઝાલા, કંચનબેન અગારા, જલ્પાબેન વિગેરે મહેમાન તરીકે આવ્યા હતા.





























